Not Set/ શું તમે જાણો છો સલમાનના ‘ભાઈ’ નામ પાછળ શું છે રહસ્ય  

મુંબઈ બોલીવુડના સુપર સ્ટાર ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન જયારે સલમાન ખાનને લોકો સલમાન અથવા તો સલ્લુ કહીને બોલાવવાનું વધુ પસંદ કરતા હતા. પરંતુ હવે આ બંને નામ ની સાથે સલમાનને નવું એક નામ જોડવામાં આવ્યું છે. સલમાન ખાનના નજીકના લોકો તેને ભાઈ કહીને બોલાવે છે. જયારે સલમાનને આ વિશે પૂછવામાં આવે છે. ત્યારે […]

Entertainment
oo શું તમે જાણો છો સલમાનના 'ભાઈ' નામ પાછળ શું છે રહસ્ય  

મુંબઈ

બોલીવુડના સુપર સ્ટાર ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન જયારે સલમાન ખાનને લોકો સલમાન અથવા તો સલ્લુ કહીને બોલાવવાનું વધુ પસંદ કરતા હતા. પરંતુ હવે આ બંને નામ ની સાથે સલમાનને નવું એક નામ જોડવામાં આવ્યું છે.

સલમાન ખાનના નજીકના લોકો તેને ભાઈ કહીને બોલાવે છે. જયારે સલમાનને આ વિશે પૂછવામાં આવે છે. ત્યારે સલમાન આ વાતને લઈને હસી પડે છે. ભાઈ આ નામથી જો કોઈ છોકરાને બોલાવવામાં આવે તો એવું માનવામાં આવે કે આ કોઈ જગ્યાનો દાદા હશે. આમ જોવા જઈએ તો ભાઈ શબ્દ આવ લોકો માટે જ સંબોધન કરવામાં આવે છે.

આ મામલે સલમાનનું કહ્યું કે, તેને ભાઈ નામ દબંગ ફિલ્મના શુટિંગ દરમિયાન મળ્યું હતું. આ ફિલ્મમાં જયારે દબંગ બનાવતા હતા. ત્યારે મારો નાનો ભાઇ સોહૈલ મને ભાઇ ભાઇ કહીને બોલાવતો હતો. ત્યારથી જ ધીમે ધીમે બધા મને ભાઈ કહીને બોલાવવા લાગ્યા અને સાથે સોહૈલના ફ્રેન્સ પણ મને ભાઈ કહીને બોલાવે છે.

સલમાને એમ પણ જણાવ્યું હતું કે સોહૈલના ફ્રેન્સ અથવા તો કોઈ નાની ઉમરના મને ભાઈ કહીને બોલાવે તો મને ગમે પણ હવે તો સિનિયર અભિનેતાઓ અને વડીલો પણ મને ભાઈ કહીને બોલાવે છે. હવે સલમાન ખાન કે સલ્લુ કહીને નહી હવે લોકો મને ભાઈ  કહીને જ બોલાવે છે અને મને આ નામ નથી પસંદ છતાં પણ મને આ નામ પસંદ કરવું પડે છે.