Not Set/ આતંકવાદના આળ સાથે લડતો પરિવાર…જાણો કેવી છે “મુલ્ક”ની સ્ટોરી

મુંબઈ “તુમ બિન”, “રા-વન” અને “તથાસ્તુ” જેવી ફિલ્મો બનવી ચૂકેલ ડિરેક્ટર અનુભવ સિન્હા આ વખતે રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘મુલ્ક’ લઈને આવ્યા છે.આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે અને પ્રેક્ષકો તેને વખાણી રહ્યાં છે. આતંકવાદ પર આધારિત છે મુલ્ક આ ફિલ્મની સ્ટોરી ઉત્તરપ્રદેશના બનારસમાં રહેતા એક મુસ્લિમ પરિવારની છે,જેના મોભી મુરાદ અલી મોહમ્મદ (ઋષિ કપૂર) છે.આ […]

Trending Entertainment Videos
889 આતંકવાદના આળ સાથે લડતો પરિવાર...જાણો કેવી છે "મુલ્ક"ની સ્ટોરી

મુંબઈ

“તુમ બિન”, “રા-વન” અને “તથાસ્તુ” જેવી ફિલ્મો બનવી ચૂકેલ ડિરેક્ટર અનુભવ સિન્હા આ વખતે રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘મુલ્ક’ લઈને આવ્યા છે.આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે અને પ્રેક્ષકો તેને વખાણી રહ્યાં છે.

આતંકવાદ પર આધારિત છે મુલ્ક

આ ફિલ્મની સ્ટોરી ઉત્તરપ્રદેશના બનારસમાં રહેતા એક મુસ્લિમ પરિવારની છે,જેના મોભી મુરાદ અલી મોહમ્મદ (ઋષિ કપૂર) છે.આ પરિવાર એવી કેટલીક પરિસ્થિતિઓનો શિકાર બને છે જેમાં તેમનો પુત્ર શાહિદ મોહમ્મદ (પ્રતિક બબ્બર) આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઇ જાય છે. આ કારણે આખા પરિવારને સમાજના લોકો ખરાબ રીતે જુએ છે.મુરાદ અલીના મોટા પુત્રના લગ્ન હિન્દુ યુવતી આરતી મલ્હોત્રા(તાપસી પન્નુ) સાથે થયા છે.પોતાના પરિવાર પર લાગેલું આળ હટાવવા આરતી મલ્હોત્રા કોર્ટમાં કેસ લડે છે.

કોર્ટમા આરતીનો સામનો વિખ્યાત વકીલ સંતોષ આનંદ (આશુતોષ રાણા) સાથે થાય છે. આતંકવાદના આળ સાથે લડતો પરિવાર,કોર્ટ કેસ અને સંબંધોના તાણાંવાળા વાળી મુલ્કમાં ઘણાં ઉતાર-ચઢવ છે અને તેનો રસપ્રદ અંત જોવા માટે તમારે થિયેટર સુધી જવું પડશે.

જુઓ વીડીયો…