ટીવી એક્ટ્રેસ મોના સિંહ આ મહિને લગ્ન કરવા જઈ રહી છે. મોના સિંહના લગ્નના સમાચાર ઘણા વખત પહેલા સામે આવ્યા હતા પરંતુ તેણે અત્યાર સુધી મૌન ધારણ કરી રાખ્યું. એક અહેવાલ મુજબ મોના સિંહ 27 ડિસેમ્બરે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. મોનાનાં લગ્ન પહેલાનાં કાર્યો શરૂ થઈ ગયાં છે. મહેંદી ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મોના સિંહના લગ્નમાં ફેમિલી અને ખાસ મિત્રો સામેલ થવા જઈ રહ્યા છે. મોનાએ ગૌરવ ગેરા, રાજેશ ઠેરા અને રક્ષંદા ખાનને જ આમંત્રણ આપ્યું છે.
મોનાના મિત્રો તેના મહેંદી ફંક્શનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. મહેંદી ફંક્શનમાં મોનાએ પિંક કલરના સલવાર સૂટ સાથે પિંક કલરના ફૂલના ઝવેરાત પહેર્યા છે.
મોના સિંહના બોયફ્રેન્ડનું નામ શ્યામ છે, તે એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે. મોના સિંહે કરણ ઓબેરોય, વિદ્યુત જામવાલને ડેટ કરી ચુકી છે.
મોના ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘પ્યાર કો હો જાને દો’, ‘કવચ… કાલી શક્તિયોં સે’ જેવી હિન્દી સિરિયલોમાં પણ જોવા મળી હતી. એણે વેબસિરીઝ ‘કહને કો હમસફર હૈં’ અને ‘મિશન ઓવર માર્સ’માં પણ કામ કર્યું હતું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, મોના સિંહ 3 ઇડિયટ, ઉટ પટાંગમાં જોવા મળી છે. હવે તે આમિર ખાન અને કરીના કપૂર ખાનની સાથે લાલ સિંહ ચઢા જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન