Not Set/ Box Office collection/ જ્હોન અબ્રાહમ અને અનિલ કપૂરની પાગલપંતીએ પ્રથમ દિવસે કરી આટલા કરોડની કમાણી

જ્હોન અબ્રાહમ, અનિલ કપૂરની ફિલ્મ પાગલપંતી 22 નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. જ્હોન અને અનિલ કપૂર સિવાય અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખારબંડા, ઉર્વશી રૌતેલા, ઇલિયાના ડિક્રુઝ મલ્ટિસ્ટારર પાગલપંતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. આ કોમેડી ફિલ્મ પ્રેક્ષકોનું દિલ જીતવામાં નિષ્ફળ ગઈ. ફિલ્મનો ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. બોક્સ ઓફીસ ઈન્ડિયાના […]

Uncategorized
aa 8 Box Office collection/ જ્હોન અબ્રાહમ અને અનિલ કપૂરની પાગલપંતીએ પ્રથમ દિવસે કરી આટલા કરોડની કમાણી

જ્હોન અબ્રાહમ, અનિલ કપૂરની ફિલ્મ પાગલપંતી 22 નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. જ્હોન અને અનિલ કપૂર સિવાય અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખારબંડા, ઉર્વશી રૌતેલા, ઇલિયાના ડિક્રુઝ મલ્ટિસ્ટારર પાગલપંતીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. આ કોમેડી ફિલ્મ પ્રેક્ષકોનું દિલ જીતવામાં નિષ્ફળ ગઈ. ફિલ્મનો ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

બોક્સ ઓફીસ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પાગલપંતીએ પહેલા દિવસે માત્ર 15 ટકાનો બિઝનેશ કર્યો છે. એટલે કે પાગલપંતીનું  ઓક્સ ઓફીસ કલેક્શન આશરે 2 કરોડનું હશે.

અહેવાલો અનુસાર, ગત સપ્તાહે રિલીઝ થયેલી મરજાવાથી વધુ સારા કલેક્શનની અપેક્ષા હતી. પરંતુ ફિલ્મ પહેલા દિવસે એટલો બિઝનેશ કરવામાં નિષ્ફળ ગઈ છે.

બીજી બાજુ, ‘ફ્રોઝન 2’ સારો બિઝનેસ કરી શકે છે. આ ફિલ્મને પહેલા દિવસે 25-30% ઓપનિંગ મળી હતી. આ સંખ્યા શનિવાર અને રવિવારે વધી શકે છે.

પાગલપંતી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો તે મલ્ટિસ્ટારર બન્યા બાદ દર્શકોને હસાવવા સક્ષમ નહોતી. અનીઝ બાઝમીની ફિલ્મમાં કોઈ એવી વાર્તા નહોતી. જે પ્રેક્ષકોને પોતાની તરફ આકર્ષી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.