Not Set/ લેજન્ડરી સીંગર અરેથા ફ્રેંકલીનની 31 ઓગષ્ટે અંતિમ ક્રિયા થશે

ડેટ્રોઇટ જાણીતી ગાયક એરેથા ફ્રેંકલિન થોડા દિવસ પહેલા 76 વર્ષની ઉમરે અવસાન પામ્યા હતા. એરેથાનું નિધન ગુરૂવારે થયું છે પરંતું તેમની  અંતિમ ક્રિયા 31 ઓગષ્ટે કરવામાં આવશે.એરેથાને તેમના વતન ડેટ્રોઇટના કબ્રસ્તાન વુડલોનમાં દફનાવવામાં આવશે. ન્યૂયોર્ક ટાઇમ્સ પર છાપવામાં આવેલ એક લેખમાં એરેથા ફ્રેંકલિનનું મૃત્યુ કલા અને સંગીતની દુનિયામાં એક મોટું નુકસાન થયું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખમાં પણ […]

Entertainment
678 લેજન્ડરી સીંગર અરેથા ફ્રેંકલીનની 31 ઓગષ્ટે અંતિમ ક્રિયા થશે

ડેટ્રોઇટ

જાણીતી ગાયક એરેથા ફ્રેંકલિન થોડા દિવસ પહેલા 76 વર્ષની ઉમરે અવસાન પામ્યા હતા. એરેથાનું નિધન ગુરૂવારે થયું છે પરંતું તેમની  અંતિમ ક્રિયા 31 ઓગષ્ટે કરવામાં આવશે.એરેથાને તેમના વતન ડેટ્રોઇટના કબ્રસ્તાન વુડલોનમાં દફનાવવામાં આવશે.

ન્યૂયોર્ક ટાઇમ્સ પર છાપવામાં આવેલ એક લેખમાં એરેથા ફ્રેંકલિનનું મૃત્યુ કલા અને સંગીતની દુનિયામાં એક મોટું નુકસાન થયું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખમાં પણ જણાવ્યું હતું કે ફ્રેંકલિનનું મૃત્યુ ડેવીડ બોવી અને મોહમ્મદ અલીની મૃત્યુ જેવું જ હતું.

હ્યુમન રાઇટ્સના પ્રણેતા માર્ટિન લ્યુથર કિંગથી પ્રભાવિત થયેલાં એરેથાની યાદમાં ત્રણ જુદા જુદા દિવસોમાં બે અલગ અલગ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવશે.

31 મી ઓગસ્ટના રોજ ‘ગ્રેટર ગ્રેસ ટેમ્પલ’ માં એરેથાના દફનવિધિ યોજાશે. જો કે, તેમાં ફક્ત તેના નજીકનાં મિત્રો અને પરિવારના સભ્યોનો સમાવેશ થશે. આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ 16, કેન્સરને કારણે અરીથાનું અવસાન થયું હતું.