Not Set/ આમિર ખાન અને મુકેશ અંબાણી લાવી રહ્યા છે અધધધ ૧૦૦૦ કરોડના બજેટની ફિલ્મ મહાભારત

નવી દિલ્હી, ઘણા સમય પહેલા આમીર ખાને મહાભારત પર ફિલ્મ બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આખરે આમિર ખાનની આ ઇરછા હકીકત બનવા જઈ રહી છે. આમિર ખાન પોતાની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પછી મહાભારત પર આધારિત ફિલ્મની સીરીઝ બનાવશે.   આ ફિલ્મને દેશના સૌથી મોટા ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી કો-પ્રોડ્યુસ કરવાના છે. ટ્રેડ એનાલીસ્ટ રમેશ બાલાએ પોતાના […]

Entertainment
hindu આમિર ખાન અને મુકેશ અંબાણી લાવી રહ્યા છે અધધધ ૧૦૦૦ કરોડના બજેટની ફિલ્મ મહાભારત

નવી દિલ્હી,

ઘણા સમય પહેલા આમીર ખાને મહાભારત પર ફિલ્મ બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આખરે આમિર ખાનની આ ઇરછા હકીકત બનવા જઈ રહી છે. આમિર ખાન પોતાની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પછી મહાભારત પર આધારિત ફિલ્મની સીરીઝ બનાવશે.

 

આ ફિલ્મને દેશના સૌથી મોટા ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી કો-પ્રોડ્યુસ કરવાના છે. ટ્રેડ એનાલીસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું બજેટ ૧૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે હશે.

 

Related image

રમેશ બાલાના ટ્વીટ અનુસાર આ ફિલ્મ હોલીવુડની પ્રસિદ્ધ સીરીઝ ‘ ધ લોડ્સ ઓફ ધ રીંગ ‘ અને ‘ ગેમ ઓફ પ્રોડક્શન ‘ ફિલ્મની કિમત જેટલી જ હશે.

તમને જણાવી દઈએ કે, આમિરે પોતાના જન્મદિવસે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે હાલ માત્ર ‘ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ‘ પર જ કામ કરી રહ્યો છે. આ  ફિલ્મનું શુટિંગ જોધપુરમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં આમિર ખાન સાથે કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

આમિર ખાનની ફિલ્મ મહાભારત તેના ૧૦૦૦ કરોડના બજેટના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મની સ્ક્રીપ્ટને જોતા એવું લાગી રહ્યું છે કે તેને ૩ કે ૫ સીરીઝમાં બનવવામાં આવશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય દર્શકોને પણ ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવેશે અને તે માટે આમિર આંતરરાષ્ટ્રીય લેખકોની મદદ પણ લઇ શકે છે.