Not Set/ Live Updates: કોંકણી રિવાજથી લગ્ન, 4 ફેરા લઈને એકબીજાના થયા “દીપવીર”

મુંબઇ, બોલિવૂડની સુંદર જોડી દીપિકા પદુકોણ અને રણવીર સિંહ 6 વર્ષના રિલેશનશિપ પછી ઇટાલીના લેક કોમોમાં લગ્નના બંધનના બંધાવા જઈ રહ્યા છે. બોલિવૂડ માટે આ વર્ષના સૌથી મોટા લગ્ન છે. આ પહેલા સોનમ કપુર અને આનંદ આહુજાએ લગ્ન કર્યા હતા. રણવીર સિંહ-દીપિકા પાદુકોણના ડેસ્ટિનેશન વેડિંગ ટ્રેન્ડિંગ ટોપિક બનેલ છે. આજે એટલે કે 14 નવેમ્બરરે કોંકણી […]

Trending Entertainment
ggw Live Updates: કોંકણી રિવાજથી લગ્ન, 4 ફેરા લઈને એકબીજાના થયા "દીપવીર"

મુંબઇ,

બોલિવૂડની સુંદર જોડી દીપિકા પદુકોણ અને રણવીર સિંહ 6 વર્ષના રિલેશનશિપ પછી ઇટાલીના લેક કોમોમાં લગ્નના બંધનના બંધાવા જઈ રહ્યા છે. બોલિવૂડ માટે આ વર્ષના સૌથી મોટા લગ્ન છે. આ પહેલા સોનમ કપુર અને આનંદ આહુજાએ લગ્ન કર્યા હતા. રણવીર સિંહ-દીપિકા પાદુકોણના ડેસ્ટિનેશન વેડિંગ ટ્રેન્ડિંગ ટોપિક બનેલ છે.

આજે એટલે કે 14 નવેમ્બરરે કોંકણી રિવાજથી લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આ સાંજે 5 વાગ્યા સુધી પૂર્ણ થઇ જશે. દીપિકા રણવીરના લગ્નની રસ્મો શરુ થઇ ગઈ છે. વેન્યુના બહાર સુધી મંત્રોચ્ચારનો અવાજ આવી રહ્યો છે.

મંડપનો પહેલો ફોટો 

થોડી જ વારમાં લગ્નનું ફન્કશન શરુ થઇ જશે.

ઇન્ડિયા ટુડે આ સમયે વેડિંગ વેન્યુના જોડે જ છે. રણવીર, સિપ્લેનથી એન્ટ્રી કરશે. મહેમાન બે યાટથી વેડિંગ વેન્યુ સુધી પહોંચશે. વેડિંગ વેન્યુ લગભગ 700 વર્ષ જૂની છે. વાટર લિલીથી વેન્યુને સુશોભિત કરવામાં આવ્યું છે. વેન્યુ પર ભારતીય સંગીત વગાડવામાં આવી રહ્યું છે. સુરક્ષાનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પાણીમાં પણ સુરક્ષા ગાર્ડ દેખરેખ કરી રહ્યા છે. લગભગ 40 થી વધુ મહેમાનો લગ્નમાં હાજર રહેશે.

આ વિલા રિયલમાં એક મ્યુઝિયમ છે. તેથી અહીં રહેવા માટે રૂમ નથી. આ જ કારણ છે કે બંને સ્ટાર્સના પરિવારજનો અને મહેમાનોને વેડિંગ વેન્યુથી દુર રોકાવું પડ્યું છે. ઇટલીમાં ભારતતીય લગ્ન જેવું માહોલ જોવા મળી રહ્યો છે.

કોઈ પણ સમયે પહોંચી શકે છે શાહરૂખ અને ભણસાલી

એક રીપોર્ટ અનુસાર બોલિવૂડથી બે મહેમાનો આજે કોઈ પણ સમયે લગ્નમાં પહોંચી શકે છે. આ બંને મહેમાનો છે શાહરૂખ ખાન અને સંજય લીલા ભણસાલી

થોડી જ વારમાં થશે લગ્ન

 ભારતીય સમય મુજબ દીપિકા-રણવીરના લગ્ન સાંજે 6.30 થી 9.30 વચ્ચે હશે. આ ઇટાલીમાં સવાર છે. બારતી વેડિંગ બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. બ્રેકફાસ્ટ માં ભારતીય ખાસ કરીને પંજાબી અને ઇન્ટેલિયન ડિશેઝ રાખવામાં આવી છે.

અહીં જુઓ મહેંદી પાર્ટીનો ફોટો શેર 

મંડપનું આ રીતે  કરવામાં આવ્યું છે આયોજન

સંપૂર્ણ વેડિંગ વેન્યુને શાનદાર રીતે સજાવવામાં આવ્યું છે. ખાસ કરીને મંડપને  દીપિકાના ફેવરેટ ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. દીપિકાને વાટર લિલીના ફૂલ ખુબ જ પસંદ છે.

13 નવેમ્બર (સોમવાર)ના દિવસે સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે ઘણા પરફોર્મેન્સ પછી સૌથી વિશિષ્ટ પરફોર્મન્સ રણવીર સિંહનું રહ્યું અને કેમ ના હોય દુલ્હે રાજા પોતે બીજાના લગ્નની શાન હોય છે તો પોતાના લગ્નમાં આ મોકો કઈ રીતે છોડતા, સો, તેઓ તેમના લગ્નમાં ખુબ જ એન્જોય કર્યું છે અને ખાસ વાત એ છે કે તેઓ તેમની ફિલ્મ ‘ગુંડે’ના હીટ સોંગ પર ડાન્સ કર્યો.

એક અહેવાલ અનુસાર દીપિક-રણવીરના લગ્નમાં આવનારા મહેમાનોનું સ્વાગત ખાસ રીતે કરવામાં આવી રહ્યું છે. લગ્નમાં આવનારા દરેક વ્યક્તિનું સ્વાગત એક હાથથી લખાયેલ કાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું  છે. બધા મહેમાનોને સ્વાગત કરવાનો આ અંદાજ પસંદ આવ્યું  છે.