Morbi/ ‘મોત’નું મનોરંજન

લાભપાંચમ પછી રવિવાર હોઈને રજાઓ માણવા માટે તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા સસ્પેન્શન બ્રિજની મજા માણવાનું લગભગ ત્રણસોથી વધુ મોરબીવાસીઓને મોંઘું પડી ગયું તેઓ માટે આ મનોરંજન રીતસરનું મોતનું મનોરંજન બની રહ્યું.

Top Stories Gujarat
Morbi bridge collapse 4 'મોત'નું મનોરંજન

તહેવારોની રજા અને તે દરમિયાન કરવામાં આવતી મજા જો નિયત પ્રમાણમાં રહીને ન કરવામાં આવે તો શું સ્થિતિ થાય તેનો પુરાવો મોરબીવાસીઓને મળી ગયો છે. લાભપાંચમ પછી રવિવાર હોઈને રજાઓ માણવા માટે તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા સસ્પેન્શન બ્રિજની મજા માણવાનું લગભગ ત્રણસોથી વધુ મોરબીવાસીઓને મોંઘું પડી ગયું તેઓ માટે આ મનોરંજન રીતસરનું મોતનું મનોરંજન બની રહ્યું. આમ મોરબીવાસીઓ માટે મોત જાણે મનોરંજનના સ્વરૂપમાં સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મોરબી ઘડિયાળના ઉત્પાદન માટે જાણીતું છે, પરંતુ તે હજી પણ પોતાના ખરાબ સમયને ઓળખી શક્યું હોય તેમ લાગતું નથી. મોરબીને જાણે પાણીની ઘાત હોય તેમ લાગે છે, પહેલા મચ્છુ ડેમ તૂટ્યો અને હવે મચ્છુ નદી પરનો સસ્પેન્શન બ્રિજ તૂટ્યો. કદાચ આગામી સમયમાં મોરબીવાસીઓ પાણીથી દૂર જ રહેવા ઇચ્છશે.

સસ્પેન્શન બ્રિજની દુર્ઘટનામાં બચી ગયેલા મોરબીવાસીઓ હવે કદાચ દરેક બ્રિજ પસાર કરતાં ડર અનુભવે તો નવાઈ ન પામતા. ભૂકંપમાં બચી ગયેલા લોકો જેમ મકાનમાં ફરીથી જતા ડરતા હતા તેવો ફોબિયા તેમના પર સવાર થઈ ગયો હતો, હવે આવો જ ફોબિયા મોરબી દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને થાય તો નવાઈ નહી લાગે.

આમ મોરબીવાસીઓ માટે નવા વર્ષનું મનોરંજન મોતના સ્વરૂપમાં સામે આવ્યું છે. મોરબીની આ વીતકકથા આશ્ચર્યજનક રીતે મચ્છુ સાથે જ જોડાયેલી રહી છે. તેની સાથે મોરબીવાસીઓને પણ હંમેશા પાણીની જ ઘાત રહી છે તે ફરીથી પુરવાર થયુ. મોરબીવાસીઓ 17 રૂપિયામાં મોતની ટિકિટ ખરીદી છે.