Not Set/ બોલીવૂડ/ મરાઠા વીર સદાશિવ રાવની શૌર્ય ગાથા છે ‘પાનીપત’, જબરદસ્ત ટ્રેલર રીલીઝ

અર્જુન કપૂર, સંજય દત્ત, કૃતિ સેનન સ્ટારર ફિલ્મની ચાહકો આતુરતાથી રહા જોઈ રહ્યા હતા તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન આશુતોષ ગોવારિકરે કર્યું છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યા છે. ટ્રેલરની શરૂઆતમાં, કૃતિ સેનન કહે છે – મરાઠા, હિન્દોસ્તાનના એ લડવૈયા, જેમના માટે તેમનો ધર્મ અને કાર્યો તે તેમની બહાદુરી છે. […]

Uncategorized Entertainment
maya ap 7 બોલીવૂડ/ મરાઠા વીર સદાશિવ રાવની શૌર્ય ગાથા છે 'પાનીપત', જબરદસ્ત ટ્રેલર રીલીઝ

અર્જુન કપૂર, સંજય દત્ત, કૃતિ સેનન સ્ટારર ફિલ્મની ચાહકો આતુરતાથી રહા જોઈ રહ્યા હતા તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન આશુતોષ ગોવારિકરે કર્યું છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યા છે.

ટ્રેલરની શરૂઆતમાં, કૃતિ સેનન કહે છે – મરાઠા, હિન્દોસ્તાનના એ લડવૈયા, જેમના માટે તેમનો ધર્મ અને કાર્યો તે તેમની બહાદુરી છે. ફિલ્મ માટે ગ્રાન્ડ સેટ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રેલરમાં અર્જુન કપૂર અને કૃતિ સેનનની કેમિસ્ટ્રી પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં મોહનીશ બહલ પણ મહત્વની ભૂમિકામાં છે. આ સાથે જ ફિલ્મમાં સંજય દત્તનો ખતરનાક અવતાર જોવા મળી રહ્યો છે. ટ્રેલર જોઇને લાગે છે કે આ ફિલ્મ દમદાર ડાયલોગથી ભરેલી હશે.

શું છે ફિલ્મની સ્ટોરી

અર્જુનની આ ફિલ્મ પાનીપતની ત્રીજી લડાઇ પર આધારિત છે, જે 14 જાન્યુઆરી, 1761 ના રોજ અબ્દાલી અને મરાઠા વચ્ચે લડ્યો હતો. તે 18 મી સદીની સૌથી મહત્વપૂર્ણ લડાઇઓમાંથી એક માનવામાં આવે છે. પાનીપત ફિલ્મમાં સંજય દત્ત અફઘાનિસ્તાનના ક્રૂર રાજા અહેમદ શાહ અબ્દાલીની ભૂમિકા નિભાવી રહ્યા છે. અર્જુન કપૂર સદાશિવ રાવ ભાઉની ભૂમિકામાં જોવા મળશે. પાનીપત માટે અર્જુન કપૂર   બાલ્ડ પણ થયો હતો. આ ફિલ્મમાં કૃતિ સેનન સદાશિવ રાવ ભાઉની બીજી પત્ની પાર્વતી બાઇની ભૂમિકામાં છે.

પીરિયડ ડ્રામા ‘પાનીપત’ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. અર્જુન કપૂર આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. એક ઈન્ટરવ્યુમાં તેણે એમ પણ કહ્યું હતું કે તે પીરિયડ ડ્રામાનો ભાગ બનવા માંગે છે અને તેનું સપનું પાનીપત દ્વારા પૂરું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.