Not Set/ ‘યે રિશ્તા…’ ફેમ મોહિના કુમારી સિંહના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા PM મોદી, જુઓ ફોટો

ફેમસ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રી મોહિના કુમારી સિંહે તાજેતરમાં સુયેશ રાવત સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ગુરુવારે દિલ્હીમાં લગ્નનું રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મોહિના કુમારી સિંહે પીએમ મોદી અને મહેમાનો સાથે લેવાયેલી […]

Uncategorized
Untitled 100 'યે રિશ્તા...' ફેમ મોહિના કુમારી સિંહના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા PM મોદી, જુઓ ફોટો

ફેમસ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રી મોહિના કુમારી સિંહે તાજેતરમાં સુયેશ રાવત સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ગુરુવારે દિલ્હીમાં લગ્નનું રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મોહિના કુમારી સિંહે પીએમ મોદી અને મહેમાનો સાથે લેવાયેલી એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘અમારા રિસેપ્શનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી મેળવીને અમેં ધન્ય થઇ ગયા. ‘

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે મોહિના ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં કાર્તિકની બહેન કીર્તિ સિંઘાનિયાની ભૂમિકામાં જોવા મળી હતી. તે ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજની પુત્રવધૂ છે. સુયેશ રાવત સતપાલ મહારાજના નાના પુત્ર છે.

Instagram will load in the frontend.

મોહિના પોતે રાજઘરાનથી છે. તે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી છે. મોહિના મહારાજા પુષ્પરાજસિંહ જુદેવની પુત્રી છે.

મોહિના રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં પણ જોવા મળી છે. આ સિવાય તેણે રેમો ડીસુઝાની ફિલ્મ ‘એબીસીડી’ માં પણ કામ કર્યું છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહિનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લગ્ન પછી તે મુંબઈ અને અભિનય કારકિર્દી બંનેને અલવિદા કહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.