Not Set/ બોલીવૂડ/ અજય દેવગનની ‘રેડ’ અને ‘સ્વૈગ વાળી દાદી’ પુષ્પા જોશીનું 85 વર્ષની વયે થયું નિધન

વર્ષ 2018 માં રિલીઝ થયેલ અજય દેવગણની હિટ ફિલ્મ રેડમાં સૌરભ શુક્લાની માતાની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી પુષ્પા જોશીનું મંગળવારે અવસાન થયું હતું. તે 85 વર્ષની હતી. પુષ્પા તાજેતરમાં જ એક જાહેરાતમાં દેખાઇ હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને તેનું નામ ‘સ્વગ વાલી દાદી’ રાખ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા અઠવાડિયે […]

Uncategorized
Untitled 93 બોલીવૂડ/ અજય દેવગનની 'રેડ' અને 'સ્વૈગ વાળી દાદી' પુષ્પા જોશીનું 85 વર્ષની વયે થયું નિધન

વર્ષ 2018 માં રિલીઝ થયેલ અજય દેવગણની હિટ ફિલ્મ રેડમાં સૌરભ શુક્લાની માતાની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી પુષ્પા જોશીનું મંગળવારે અવસાન થયું હતું. તે 85 વર્ષની હતી. પુષ્પા તાજેતરમાં જ એક જાહેરાતમાં દેખાઇ હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને તેનું નામ ‘સ્વગ વાલી દાદી’ રાખ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા અઠવાડિયે પુષ્પા જોશી તેમના ઘરે પડી ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ફ્રેક્ચર થઈ ગયું હતું.

રેડ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે પુષ્પા જોશી સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, ‘પુષ્પા જોશીના મોતના સમાચારથી મને ખૂબ દુખ થયું છે. મારી દિગ્દર્શક કારકિર્દીમાં તમને ‘રેડ’માં અભિનય કરતા જોવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તમે સેટ પર અને બહાર ખુશખુશાલ અને જીવંત હતા. અમે તમને ખૂબ યાદ કરીશું.

કાસ્ટિંગ ડિરેક્ટર શિખા પ્રદીપે પણ પુષ્પા જોશીના નિધન થવા પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, ‘પુષ્પા જોશીએ 85 વર્ષની વયે’ રેડ ‘ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તે ‘ફેવિક્વિક દાદી’ તરીકે પ્રખ્યાત થયા હતા. 26 નવેમ્બરના રોજ તેમણે વિશ્વને અલવિદા કહ્યું. અમે એક ચમકતો તારો ગુમાવ્યો. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.