મુંબઇ,
રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’ ન્યુ યરની શરૂઆત સાથે સાથે સોશિઅલ મીડિયા પર છવાઇ ગઈ છે. પ્રથમ દિવસ એટલે કે એક જાન્યુઆરી એક બાજુ જ્યાં ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. ત્યાં બીજા દિવસે ફિલ્મના બે પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં રણવીર એકલા જોવા મળી રહ્યા છે તો બીજા પોસ્ટરમાં તેમની સાથે આલિયા ભટ્ટ જોવા મળી રહી છે. 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહેલ આ ફિલ્મને ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બની રહી છે.
આ ફિલ્મથી પહેલીવાર આલિયા અને રણવીર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરીને લઈને ન્યુઝ મળી રહ્યા છે કે આ ફિલ્મ એક સત્ય ધટના પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ મુંબઇ સ્થિત કુર્લાના એક રેપર નાવેદ શેખના રોલમાં જોવા મળશે. પરંતુ આલિયાના રોલ વિશે કોઈ ખાસ ડિટેલ મળી નથી.
રણવીર-આલિયા સિવાય આ ફિલ્મમાં ટીવી એક્ટ્રેસ પૂજા ગૌડ માટે પણ ખૂબ જ ખાસ છે. કારણ કે પૂજા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. નાના પડદા પર પૂજા ‘મન કી આવાજ: પ્રતિજ્ઞા’ શોમાં જોવા મળી હતી. સ્ટાર પ્લસના આ શોથી પૂજા પ્રખ્યાત થઇ હતી. આ શોમાં પૂજા લીડ રોલમાં હતી.