Not Set/ ડાન્સ + સિઝન 5 લઈને પરત આવી રહ્યો છે!

30મી સપ્ટેમ્બર 2019 સ્ટારપ્લસ તાજગીભર્યા કૌશલ્યોને તેના અગ્રગણ્ય ડાન્સ રિયાલિટી શો – ‘ડાન્સ + સિઝન 5’ પર પ્રસ્તુત કરવા જઈ રહ્યો છે! આ શોએ દેશભરના ડાન્સરો દ્વારા સૌથી વધુ અપનાવાતો મંચ પૂરો પાડવાનું કામ કર્યું છે, જેઓ તેમના કૌશલ્યને પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિ’સોઝાના કાબેલ માર્ગદર્શન હેઠળ નિખારવાની આશા રાખતા હોય છે. આ શો નવી પેઢીના […]

Uncategorized
aaaaa 18 ડાન્સ + સિઝન 5 લઈને પરત આવી રહ્યો છે!

30મી સપ્ટેમ્બર 2019 સ્ટારપ્લસ તાજગીભર્યા કૌશલ્યોને તેના અગ્રગણ્ય ડાન્સ રિયાલિટી શો – ‘ડાન્સ + સિઝન 5’ પર પ્રસ્તુત કરવા જઈ રહ્યો છે! આ શોએ દેશભરના ડાન્સરો દ્વારા સૌથી વધુ અપનાવાતો મંચ પૂરો પાડવાનું કામ કર્યું છે, જેઓ તેમના કૌશલ્યને પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિ’સોઝાના કાબેલ માર્ગદર્શન હેઠળ નિખારવાની આશા રાખતા હોય છે.

આ શો નવી પેઢીના તાજગીભર્યા ઉભરતા ડાન્સરોની શોધ શરુ કરવા માટે વિવિધ શહેરોમાં ઑડિશન્સ હાથ ધરવા જઈ રહ્યો છે.
ડાન્સ ટોળકી ‘વી અનબિટેબલ’ એક પ્રમુખ ઉદાહરણ છે કે ‘ડાન્સ+’ ક્યા પ્રકારની પ્રતિભાઓને પ્રકાશમાં લઈ આવ્યો છે. ‘ધ ટ્રૂપ્સ’ને પાછલી સિઝનના વિજેતાનો ખિતાબ મળ્યો હતો અને તાજેતરમાં જ ‘અમેરિકા હેઝ ગોટ ટેલેન્ટ’ના મંચ ઉપર વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થઈ છે. આપણને કિંગ્સ યુનાઇટેડ (જેણે આગળ જઈને વર્લ્ડ ડાન્સ ચેમ્પિયનશિપ જીતી હતી), સુશાન્ત ખત્રી અને હાઉસ ઑફ સૂરજ જેવા પ્રતિભાવાન ડાન્સરોની ચમકદાર શ્રુંખલાઓ સાથે પણ ઓળખાણ થઈ છે.

આથી, જો તમે માનતા હોવ કે તમારામાં ‘તે’ ગુણ છે, એ પ્રતિભા છે કે તમે પોતાની ઝમકદાર મૂવ્ઝ વડે દેશભરના હ્રદયને જીતી શકો, તો પછી તમારા તાલ પ્રદર્શિત કરવા માટે નજીકના ઑડિશન કેન્દ્ર પર પહોંચી જાવ અને તમે બની શકો છો દેશના આવતા ‘ડાન્સ આઇકન’. વધુ માહિતી માટે લોગઑન થાવ www.danceplus.co.in.

શહેરમાં ઑડિશન અહીં યોજાવા જઈ રહ્યું છે: ગુરુવાર ૩ ઑક્ટોબર ૨૦૧૯, સવારે ૯ વાગ્યાથી ટર્ફ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, પૂજ્ય ધર્મસિંહ સ્વામી માર્ગ, સ્વામીનારાયણ મ્યુઝિયમની સામે, નારણપુરા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૧૩. વધુ વિગતો માટે લોગઑન થાવ www.danceplus.co.in

તૈયાર થઈ જાવ મહત્ત્વાકાંક્ષી ડાન્સરોને તેમના સપનાઓને હકીકતમાં બદલતાં, સ્ટારપ્લસ પર ડાન્સ + 5 સાથે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામોપ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.