Not Set/ રિશી કપૂર-રણબીર કપૂર ગણપતિ બાપ્પાને વિદાય આપવા પહોંચ્યા આર કે સ્ટુડિયો

મુંબઈ બોલિવૂડમા ગણપતિ ઉત્સવ ખબ જ ભક્તિભાવ અને ધૂમધામથી માનવવામાં આવે છે. ઘણા સ્ટાર્સે પટના ઘરમાં જ ગણેશજી ની  સ્થાપના કરી અને તેમના સ્વાગતમાં નાચતા જોવા મળ્યા હતા. તેમના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ આર કે સ્ટુડિયોમાં ભગવાન ગણપતિની સ્થપના કરવામાં આવી અને રવિવારે બાપ્પાનું વિસર્જન […]

Trending Entertainment Videos
hhy રિશી કપૂર-રણબીર કપૂર ગણપતિ બાપ્પાને વિદાય આપવા પહોંચ્યા આર કે સ્ટુડિયો

મુંબઈ

બોલિવૂડમા ગણપતિ ઉત્સવ ખબ જ ભક્તિભાવ અને ધૂમધામથી માનવવામાં આવે છે. ઘણા સ્ટાર્સે પટના ઘરમાં જ ગણેશજી ની  સ્થાપના કરી અને તેમના સ્વાગતમાં નાચતા જોવા મળ્યા હતા. તેમના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ આર કે સ્ટુડિયોમાં ભગવાન ગણપતિની સ્થપના કરવામાં આવી અને રવિવારે બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિશી કપૂર અને રણબીર કપૂર બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.

રાજ કપૂરના સમયથી આર કે સ્ટુડિયોમા કપૂર પરિવાર દ્રારા બાપ્પાના આ ઉત્સવને મનાવવામાં આવે છે. આ વખતે પણ આ ઉત્સવને ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે કપૂર પરિવારના રાજ કાપૂર દ્રારા આર કે સ્ટુડિયો વેચવાનો નિર્ણય કર્યો છે. આવામાં થઇ શકે છે કે આ ગણપતિ ઉત્સવ કપૂર પરિવારનો આર કે સ્ટુડિયોમાં છેલ્લો ઉત્સવ હોય. જયારે રિશી કપૂર અને રણબીર કપૂર ગણેશજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા ત્યારે કેમેરાઓએ તેમને ઘેરી લીધા હતા.

Instagram will load in the frontend.

ગત મહિને ન્યુઝ મળી રહ્યા હતા કે કપૂર પરિવાર દ્રારા આ રકે સ્ટુડિયોને વેચવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષે લાગેલી આગ પછી હવે આ સ્ટુડિયોનું સમારકામ પર ખર્ચ કરવું વ્યવહારીક નથી. એટલા માટે આને વેચવાનો નિર્ણય કર્યો છે. આર કે સ્ટુડિયોમાં ઘણી ઈતિહાસિક ફિલ્મે બનાવવામાં આવી છે એટલા માટે આને વેચવાના નિર્ણયની દરેક લોકો ભાવુક છે.