Not Set/ બોલીવૂડ/ આ અંદાજમાં ઉજવશે સલમાન ખાન તેમનો 54 મો જન્મદિવસ

સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. સલમાનનો જન્મદિવસ તેમના ચાહકોને તહેવારની જેમ ઉજવે છે. બર્થ-ડે પર સલમાનની એક ઝલક જોવા ચાહકો તેમના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ભેગા થાય છે. સલમાન દર વખતે ચાહકોને મળવા માટે બહાર આવે છે. સલમાન ખાન પણ તેમના જન્મદિવસ પર પાનવેલ ફાર્મહાઉસમાં તેમના મિત્રો અને […]

Uncategorized
Untitled 146 બોલીવૂડ/ આ અંદાજમાં ઉજવશે સલમાન ખાન તેમનો 54 મો જન્મદિવસ

સલમાન ખાન 27 ડિસેમ્બરે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. સલમાનનો જન્મદિવસ તેમના ચાહકોને તહેવારની જેમ ઉજવે છે. બર્થ-ડે પર સલમાનની એક ઝલક જોવા ચાહકો તેમના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ભેગા થાય છે. સલમાન દર વખતે ચાહકોને મળવા માટે બહાર આવે છે. સલમાન ખાન પણ તેમના જન્મદિવસ પર પાનવેલ ફાર્મહાઉસમાં તેમના મિત્રો અને પરિવાર માટે પાર્ટી રાખે છે. પરંતુ આ વખતે સલમાન તેનો જન્મદિવસ અલગ રીતે ઉજવવા જઈ રહ્યા છે.

સલમાન ખાને તેમના જન્મદિવસની યોજનાઓ વિશે એક વેબસાઈટને જણાવ્યું હતું. તેઓ આ વર્ષે તેના જન્મદિવસ પર બહેન અર્પિતા સાથે સમય વિતાવવા માંગે છે. સલમાન ખાને કહ્યું- મારા જન્મદિવસ માટેની કોઈ યોજના નથી. મારી બહેન અર્પિતા ગર્ભવતી છે, તેથી હું તેની સાથે સમય પસાર કરીશ.

Instagram will load in the frontend.

અર્પિતા અને આયુષ શર્મા બીજી વખત માતા-પિતા બનવાના છે. તેઓનો પહેલો પુત્ર આહિલને સલમાન ખાન ખૂબ જ પ્રેમ કરે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 તેમના જન્મદિવસના એક અઠવાડિયા પહેલા રિલીઝ થઈ રહી છે. દબંગ 3 માં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા અને સાંઇ માંજરેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રભુદેવ દબંગ 3 ને ડિરેક્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.