Not Set/ સલમાન નહીં,આ સ્ટાર પર પણ થઇ ચુક્યાં છે કેસો

મુંબઈ સલમાન ખાનના બ્લેક બકના કેસનો આજે ચુકાદો આવ્યો અને કોર્ટે તેને દોષિત માનીને સજા ફટકારી હતી.જો કે સલમાન એક જ એવો અભિનેતા નથી જેની પર કેસ કરવામાં આવ્યો હોય સલમાન સિવાય ઘણા એવા સ્ટાર છે કે જેના પર ક્રિમીનલ કેસ નોંધાયેલા છે. આવો જાણીએ સલમાન ખાન સિવાયના ક્યાં સ્ટાર છે કે જેની પર કેસો […]

Entertainment
salman khan jodhapur સલમાન નહીં,આ સ્ટાર પર પણ થઇ ચુક્યાં છે કેસો

મુંબઈ

સલમાન ખાનના બ્લેક બકના કેસનો આજે ચુકાદો આવ્યો અને કોર્ટે તેને દોષિત માનીને સજા ફટકારી હતી.જો કે સલમાન એક જ એવો અભિનેતા નથી જેની પર કેસ કરવામાં આવ્યો હોય સલમાન સિવાય ઘણા એવા સ્ટાર છે કે જેના પર ક્રિમીનલ કેસ નોંધાયેલા છે.

આવો જાણીએ સલમાન ખાન સિવાયના ક્યાં સ્ટાર છે કે જેની પર કેસો દાખલ થયા હોય.

Image result for suraj pancholi

સૂરજ પંચોલી

આદિત્ય પંચાલીના પુત્ર પર એક્ટ્રેસ જીયા ખાનને આત્મહત્યા માટે ઉકસવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જીયા સુરજની એક્સ ગર્લફ્રેન્ડ હતી. સુરજ પર જીયાને આત્મહત્યા માટે દુષ્રેરણા આપવા મામલે કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આ મામલે 20 એપ્રિલે સુનવણી કરવામાં આવશે. 10 જુન 12013માં સૂરજ પંચોલી જેલમાં પણ જઈ ચૂકયો છે.જોકે ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યો હતો.

Image result for sanjay dutt

સંજય દત્ત

સંજય દત્તને વર્ષ 1993માં મુંબઈ બોમ બ્લાસ્ટ મામલે 5 વર્ષની સજા કરવામાં આવી હતી સંજયએ ગેરકાનૂની હથિયાર રાખવા મામલે આરોપી જાહેર કરવામાં આવ્યો હતો.સંજય દત્ત મુંબઇની જેલમાં દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય રહ્યો હતો.

Image result for saif ali khan

સૈફ અલી ખાન

સલમાન ખાન સાથે સૈફ અલી ખાન પણ બ્લેક બક કેસમાં જોડાયેલ છે તેના સિવાય સૈફ અલી પર એનઆરઆઈ બિઝનેસમેનને મારવા માટે પણ કેસ થઇ ચુક્યો છે.

Image result for shahrukh khan

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન સામે  કેસ કરવામાં આવ્યો હતો કે તેણે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ દરમિયાન ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સામે ઝગડો કરવો અને સિક્યોરીટી ગાર્ડને ગાળો આપવા બદલ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ક્રિકેટ એસોસિએશને 5 વર્ષ સુધી શાહરૂખનું વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

Image result for fardeen khan

ફરદીન ખાન

વર્ષ 2001માં આ એક્ટરને કોકીન ખરીદી કરતા પકડાયો હતો અને તેના સામે એનડીપીએસ કલમ 27 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ કોર્ટમાંથી એવું કહીને રાહત આપવામાં આવી હતી કે ફરદીન કોકીનનો વેપાર નથી કરતો પરંતુ તે કોકીનનો નશો કરતાં પહેલી વાર કરતા પકડાયો છે.

Image result for govinda

ગોવિંદા

ગોવિંદા સામે 2007માં તેની ફિલ્મ ‘મની હૈ તો હની હૈ’ના સેટ પર એક માણસને થપ્પડ મારવા અંગે કેસ દાખલ કરવામ અઆવ્યો હતો જોકે ત્યારબાદ ગોવીદાએ આ મામલે માફી માંગી હતી.

Related image

મોનિકા બેદી

મોનિકા બેદી સામે 1993માં મુંબઈ બોમ બ્લાસ્ટ આરોપી માનવામાં આવી હતી.આ એક્ટ્રેસ બોંબ બ્લાસ્ટનો આરોપી અને ગેંગસ્ટર અબુ સલેમની સાથીદાર હતી. આ મામલે મોનિકા બેદીને આરોપી ગણવામાં આવી હતી. મોનિકાને પાસપોર્ટના નકલી ડોક્યુમેન્ટના સાથે અટકાયત કરવામા આવી હતી અને વર્ષ 2005માં તે પોતાનો જેલ ટર્મ પૂરો કરીને ભારત પછી આવી હતી.

Image result for shiney ahuja

શાઇની આહુજા

શાઇની આહુજા સામે કેસ નોંધવામાં આવ્યો હતો કે 2009માં તેને તેની નોકરાણી સાથે રેપ કર્યો છે.આ કેસ દાખલ થતા તેનું બોલીવુડ કરિયર ત્યાં પૂરું થઇ ગયું હતું જો કે કોર્ટે શાઇનીને મુક્ત કરતાં તે બોલીવુડમાં પાછો ફર્યો હતો પરંતું તેને કોઇ જાણીતી ફિલ્મ નહીં મળતા તેના કરિયર પર સવાલો ઉભા થઇ રહ્યાં છે.