મુંબઇ
કેન્સર જેવી ગંભીર બિમારીનો ભોગ બનેલી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રએ હવે જીવન સામે લડવાનો જંગ શરૂ કરી દીધો છે.સોનાલી બેન્દ્રને જ્યારે જાણ થઇ કે તેમને કેન્સર છે એ પછી તેમણે હસતાં હસતાં આ બિમારીને સ્વીકારી છે.સોનાલી સોશિયલ મીડીયામાં પણ પોતાની બિમારી સામેની લડતની તસ્વીરો શેર કરી રહી છે.
સોનાલીએ થોડા સમય પહેલાં તેમના લાંબા વાળ કપાવી દીધા હતા અને હેર કટીંગનો આ વીડીયો તેમણે ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો.સોનાલીનો બોબ કટ હેયર સ્ટાઇલમાં એક નવા લૂકમાં જોવા મળી રહ્યા હતા.
https://instagram.com/p/BmFeJ02FPWj/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
હેર કટીંગના વીડીયો અને ફોટા પછી સોનાલી બેન્દ્રે હવે સાવ બાલ્ડ લુક ધારણ કર્યો છે.સોનાલીએ તેમના વાળ બિલકુલ કપાવી દીધા છે અને તે ‘ટકલું લુક’ માં પણ જાજરમાન લાગે છે.વાળ વગરની આ તસ્વીરમાં સોનલી સાથે હ્રત્વીક રોશનની પત્નિ સુજૈન ખાન અને ગાયત્રી ઓબરોય સાથે જોવા મળી રહ્યા છે. સોનાલીએ બાલ્ડ લુક સાથેની આ તસ્વીર પોસ્ટ કરતાં લખ્યું છે – આ હું જુ છું અને આ ક્ષણે હું ખૂબ ખુશ છું. લોકો જ્યારે મને આ રીતે જુવે છે ત્યારે હું કહું છું કે આ હું જ છું.હવે હું દરેક ક્ષણમાં મુક્તપણે રહું છું. હું હંમેશાં આનંદની શોધમાં છું ક્યારેક પીડા અને નબળાઇ લાગે છે પરંતુ હું એ બધું કરવા માંગુ છું કે જે બધા કરી રહ્યા છે. હું જેને પ્રેમ કરું છું તે બધા મિત્રોની હું આભારી છું જે મને મજબૂત કરે છે. હેપ્પી ફ્રેન્ડશિપ ડે.
https://instagram.com/p/BlCuNJflovR/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
ઉલ્લેખનીય છે કે સોનાલી બેન્દ્રની કેન્સરની સારવારમાં કિમોથેરાપી કરવામાં આવશે.કેન્સરની સારવારમાં કિમોથેરાપી લેવાથી બિમાર વ્યક્તિના વાળ જતાં રહે છે.
