Not Set/ શાહિદે મુંબઈમાં ખરીદ્યો 56 કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ

મુંબઈ અભિનેતા શાહિદ કપૂરે મુંબઈમાં આશરે રૂ. 56 કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અપસ્કેલ વર્લીમાં આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટની કિંમત 55 કરોડ 60 લાખ રૂપિયા છે અને શાહિદે સરકારને રૂ .2 કરોડ 91 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે. તશાહિદનો આ એપાર્ટમેન્ટમાં 42 મી અને 43 મા માળ પર સ્થિત છે. એવું કહેવાય છે કે, શાહિદની પુત્રી મિશા બાદ તેના પરિવારનો બીજો સભ્ય ટૂંક સમયમાં જ જોડાશે. શાહિદનીપત્ની મીરા રાજપૂત ગર્ભવતી […]

Trending Entertainment
misha birthday e1532263996521 શાહિદે મુંબઈમાં ખરીદ્યો 56 કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ

મુંબઈ

અભિનેતા શાહિદ કપૂરે મુંબઈમાં આશરે રૂ. 56 કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અપસ્કેલ વર્લીમાં આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટની કિંમત 55 કરોડ 60 લાખ રૂપિયા છે અને શાહિદે સરકારને રૂ .2 કરોડ 91 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે. તશાહિદનો આ એપાર્ટમેન્ટમાં 42 મી અને 43 મા માળ પર સ્થિત છે.

એવું કહેવાય છે કે, શાહિદની પુત્રી મિશા બાદ તેના પરિવારનો બીજો સભ્ય ટૂંક સમયમાં જ જોડાશે. શાહિદનીપત્ની મીરા રાજપૂત ગર્ભવતી છે. શાહિદના કામ વિશે વાત કરવામાં આવે તો, તે ટૂંક સમયમાં જ ફિલ્મ “બત્તી ગુલ મીટર ચાલુ”માં જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે, પદ્માવત ફિલ્મમાં તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં, શાહિદે રાજા રાવલ રતન સિંહનું પાત્ર ભજવ્યું હતું.

આવનારી ફિલ્મ વિશે વાત કરીએ તો., બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ શ્રી નારાયણ સિંહ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં શાહિદ સિવાય શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. શાહિદ આ ફિલ્મમાં રણવીર ચોપરાની ભૂમિકા કરી રહ્યો છે અને ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારના હાથમાં છે.