Not Set/ ફેશન શો માટે પિતા સંજય કપૂર સાથે પેરિસ પહોંચી શનાયા કપૂર, ડેબ્યુ પર વ્યક્ત કરી ખુશી

ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ શો બિઝનેસમાં આગળ વધવા માંગે છે. શનાયા તેની ડેબ્યૂ પહેલા ફેશન શો દ્વારા બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. આવી સ્થિતિમાં શનાયા પોતાના ડેબ્યૂ ફેશન શો માટે પેરિસ પહોંચી ગઈ છે. શનાયા કપૂરે પેરિસથી તેના પિતા સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ ખુશ જોવા […]

Uncategorized
Untitled 80 ફેશન શો માટે પિતા સંજય કપૂર સાથે પેરિસ પહોંચી શનાયા કપૂર, ડેબ્યુ પર વ્યક્ત કરી ખુશી

ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ શો બિઝનેસમાં આગળ વધવા માંગે છે. શનાયા તેની ડેબ્યૂ પહેલા ફેશન શો દ્વારા બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. આવી સ્થિતિમાં શનાયા પોતાના ડેબ્યૂ ફેશન શો માટે પેરિસ પહોંચી ગઈ છે. શનાયા કપૂરે પેરિસથી તેના પિતા સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ ખુશ જોવા મળી રહી છે.

Untitled 81 ફેશન શો માટે પિતા સંજય કપૂર સાથે પેરિસ પહોંચી શનાયા કપૂર, ડેબ્યુ પર વ્યક્ત કરી ખુશી

આપને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન શનાયા કપૂરની ખૂબ સારી મિત્ર છે. ત્રણેય એક સાથે મોટા થયા છે અને બોલિવૂડમાં ત્રણેયની મિત્રતાની ચર્ચા છે. આવી સ્થિતિમાં જ્યારે અનન્યા બોલીવુડમાં પ્રવેશ કરી ચૂકી છે અને સુહાના પણ નાટક દ્વારા અભિનયની શરૂઆત કરી રહી છે ત્યારે શનાયા પણ તેના મિત્રો સાથે પહેલું પગલું ભરી રહી છે. તાજેતરમાં અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને શનાયાને તેની શરૂઆતની શુભેચ્છા પાઠવી હતી.

Image result for shanaya-kapoor-paris

શનાયા વિશે વાત કરવામાં આવે તો bal des debutantes ફેશન શો દ્વારા પોતાનો ડેબ્યુ કરવા જઇ રહી છે. શનાયા પેરિસ પહોંચ્યા પછી સંજય કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. એક ફોટામાં શનાયા એફિલ ટાવરની સામે ઉભી જોવા મળી છે. તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે, ફોટો દરમિયાન શનાયાએ બ્લેક હાઈ નેક કાર્ડિગન અને શોર્ટ્સ પહેરેલ છે. આ સાથે શનાયાએ ગિનઘમ પ્રિન્ટનો ઓવરકોટ પણ પહેર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.