Not Set/ શેરાએ સલમાનને ધમકી આપી, પોલીસે કરી ધરપકડ

મુંબઇ, સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનાં આરોપમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમે કરેલીથી ‘શેરા’ની ધરપકડ કરી છે. ચોંકી ગયાને… નામ સાંભળીને તમને સલમાનનો બોડીગાર્ડ શેરા યાદ આવ્યો હશે.પરંતુ અહીં આપણે સલમાન ખાનનાં બૉડીગાર્ડ ‘શેરા’ની વાત નથી કરી રહ્યા, પરંતુ શેરા નામનાં એ યુવકની વાત કરી રહ્યા છીએ જેણે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી […]

Uncategorized
ffm શેરાએ સલમાનને ધમકી આપી, પોલીસે કરી ધરપકડ

મુંબઇ,

સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનાં આરોપમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમે કરેલીથી ‘શેરા’ની ધરપકડ કરી છે.

ચોંકી ગયાને… નામ સાંભળીને તમને સલમાનનો બોડીગાર્ડ શેરા યાદ આવ્યો હશે.પરંતુ અહીં આપણે સલમાન ખાનનાં બૉડીગાર્ડ ‘શેરા’ની વાત નથી કરી રહ્યા, પરંતુ શેરા નામનાં એ યુવકની વાત કરી રહ્યા છીએ જેણે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મુંબઈ ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓએ મોબાઈલ ફોનનાં આધારે મળેલા લોકેશન પરથી સલમાનને ધમકી આપનારની ધરપકડ કરી હતી.

યુવકની વિરુદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી હતી. કરેલી ઇન્સપેક્ટર વિનોદ કુમારનું કહેવું છે કે આરોપીએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મુંબઈથી આવેલી પોલીસની ટીમનું કહેવું હતુ કે આરોપીએ પોતાના સાથીઓ સાથે મળીને ક્યાંકથી સલમાન ખાનનો પર્સનલ નંબર મેળવ્યો હતો. એ નંબર પર ફોન કરીને આ લોકોએ સલમાન ખાન સાથે ગાળાગાળી કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ શેરા સહિત ચાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભારત’નાં શૂટિંગને લઇને ચર્ચામાં છે.