Not Set/ આ ફિલ્મમાં સોનાક્ષી પિતાના યાદગાર ડાયલોગ બોલતી જોવા મળશે

મુંબઈ બોલીવુડની સ્ટાર અભિનેત્રી સોનાક્ષી સિંહના આગામી ફિલ્મ હાઉસફુલ સિરીઝની ચોથી ફિલ્મમાં જોવા મળેશે તેવા એહેવાલ મળી રહ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર સાજિદ ખાને સોનાક્ષીને સાઈન કરી તેવું જાણવા મળ્યું છે. આ ફિલ્મ માટે ડાયરેક્ટર સાજિદ ખાને સોનાક્ષી સિંહનાએ તૈયારી શરૂ કરી દેવા પણ કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ સોનાક્ષી વેલકમ ટુ […]

Entertainment
ol આ ફિલ્મમાં સોનાક્ષી પિતાના યાદગાર ડાયલોગ બોલતી જોવા મળશે

મુંબઈ

બોલીવુડની સ્ટાર અભિનેત્રી સોનાક્ષી સિંહના આગામી ફિલ્મ હાઉસફુલ સિરીઝની ચોથી ફિલ્મમાં જોવા મળેશે તેવા એહેવાલ મળી રહ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર સાજિદ ખાને સોનાક્ષીને સાઈન કરી તેવું જાણવા મળ્યું છે. આ ફિલ્મ માટે ડાયરેક્ટર સાજિદ ખાને સોનાક્ષી સિંહનાએ તૈયારી શરૂ કરી દેવા પણ કહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ સોનાક્ષી વેલકમ ટુ ન્યુયોર્ક ફિલ્મમાં નજરે પડી હતી. જાકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ગંભીર રીતે પીટાઈ ગઈ હતી. જાકે તેમ છતા સાજિદ ખાનનુ માનવુ છે કે સોનાક્ષીમાં કોમેડી કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે તેથી જ સાજિદે પોતાની આગામી ફિલ્મ હાઉસફુલ-4 માટે સોનાક્ષીને સાઈન કરી છે.

આ ફિલ્મમાં સોનાક્ષી તેના પિતા શત્રુઘ્ન સિંહા કે જે વીતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા રહી ચૂકયા છે. તેમના યાદગાર ડાયલોગ્સ સાથે આ ફિલ્મમાં જોવા મળશે.

શત્રુઘ્ન સિંહાએ તેમની અનેક ફિલ્મોમાં યાદગાર ડાયલોગ્સ આપ્યા છે. તેમના યાદગાર ડાયલોગ્સને સાજિદ ખાને તેની આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે જાડી દીધા છે. શત્રુઘ્ન સિંહાની ડાયલોગ ડિલીવરીની એક વિશિષ્ટ સ્ટાઈલ હતી. ખાસ કરીને તેમનો ખામોશ બોલવાનો લહેકો આજ સુધી દર્શકો ભુલી નથી શક્યા. ત્યારે સોનાક્ષી હાઉસફુલ-4માં પોતાના પિતાના સંવાદ અને ડાયલોગ ડિલીવરી પોતાની સ્ટાઈલમાં રજુ કરશે. આ માટે તેણે તૈયારી પણ  શરૂ કરી દીધી છે.