Not Set/ રિલીઝ થયું પીએમ મોદીની બાયોપિકનું પ્રથમ પોસ્ટર, વિવેક ઓબેરોય બન્યા મોદી

મુંબઇ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ટ્રેલર રિલીઝ થયા પછી જ વિવાદોમાં છે. આ ફિલ્મમાં અનુપમ ખેર મનમોહન સિંહના પાત્ર દેખાયા છે. આ ફિલ્મના ટ્રેલર આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક આવવાના સમાચાર આવ્યા હતા. જોત-જોતામાં આ સમાચાર સોશિઅલ મીડિયા પર છવાઇ ગયા. હવે ફિલ્મનું પોસ્ટર પણ આવ્યું છે […]

Trending Entertainment
bw રિલીઝ થયું પીએમ મોદીની બાયોપિકનું પ્રથમ પોસ્ટર, વિવેક ઓબેરોય બન્યા મોદી

મુંબઇ,

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ટ્રેલર રિલીઝ થયા પછી જ વિવાદોમાં છે. આ ફિલ્મમાં અનુપમ ખેર મનમોહન સિંહના પાત્ર દેખાયા છે. આ ફિલ્મના ટ્રેલર આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક આવવાના સમાચાર આવ્યા હતા. જોત-જોતામાં આ સમાચાર સોશિઅલ મીડિયા પર છવાઇ ગયા. હવે ફિલ્મનું પોસ્ટર પણ આવ્યું છે જેમાં પીએમ મોદીની જેમ જ એક્ટર વિવેક ઓબેરોય દેખાયા છે.

વિવેક ઓબેરોય છેલ્લે ફિલ્મ ‘બેંક ચોર’ માં જોવા મળ્યા હતા. ત્યારબાદ આ બાયોપિકથી તે બોલિવૂડમાં પરત આવી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં વિવેક કેસરી રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં તિરંગો જોવા દેખાય છે અને આના સાથે લખવામાં આવ્યું છે કે, ‘દેશભક્તિ જ મારી શક્તિ છે.’ વિવેક ઓબેરોય આ પોસ્ટરને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે.

આજકાલ ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ખૂબ ચર્ચા છે. આમાં અનપમ ખેર મનમોહન સિંહની ભૂમિકા છે. જો કે, કોંગ્રેસ પાર્ટીને ફિલ્મથી આપતિ છે અને તેના પર ખુબ જ વિરોધ થઇ રહ્યો છે, જણાવી દઈએ કે આ ફિલ્મ રાઇટર સંજય બારુની પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર આધારિત છે