Ahmedabad/ સિવિલ હોસ્પિટલમાં આજે ત્રીજા દિવસે હેલ્થ કેર વર્કર્સમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો

સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં પણ વિવિધ કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે….

Ahmedabad Gujarat
Untitled 21 સિવિલ હોસ્પિટલમાં આજે ત્રીજા દિવસે હેલ્થ કેર વર્કર્સમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં પણ વિવિધ કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે રસીકરણનાં ત્રીજા દિવસે હેલ્થ કેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો. ત્યારબાદ અત્યાર સુધીમાં હોસ્પિટલમાં સીનિયર તબીબો જે તે વિભાગનાં વડા નર્સિંગ સ્ટાફ સફાઇકર્મીઓ પેરામેડિકલ સ્ટાફ શહીદ 273 હેલ્થ વર્કરો એ રસી લીધી છે. જેમાં એક પણ આડઅસરનો કેસ નોંધાયો નથી. ત્યારે આજે 100 જેટલા હેલ્થ વર્કરોએ વેકસીનનો ડોઝ લીધો. જેમાં 59 પુરુષો અને 41 સ્ત્રી નો સમાવેશ થાય છે. ડોઝ લીધેલા હેલ્થ વર્કરોમાં 78 તબીબો 15 નર્સિંગ સ્ટાફ 7 જેટલા અન્ય સ્ટાફ કે જેમાં સિક્યુરિટીનો સમાવેશ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો