Not Set/ આયુર્વેદિક અને એલોપેથીક ઉપચારના સમન્વય દ્વારા કોરોનાને મૂળમાંથી ભગાડવાનો સમય છે અને દર્દીને ગ્રાહક નહિ દેવ સમજવાની જરૂરીયાત છે

બાબા રામદેવ અને આઈ એમ.એ વચ્ચેના વિવાદને એલોપેથીક વર્સિસ આયુર્વેદિક પધ્ધતિ વચ્ચેનો વિવાદ હરગીઝ બનવા ન દેવાય.

India Trending
allopethi આયુર્વેદિક અને એલોપેથીક ઉપચારના સમન્વય દ્વારા કોરોનાને મૂળમાંથી ભગાડવાનો સમય છે અને દર્દીને ગ્રાહક નહિ દેવ સમજવાની જરૂરીયાત છે

બાબા રામદેવ અને આઈ એમ.એ વચ્ચેના વિવાદને એલોપેથીક વર્સિસ આયુર્વેદિક પધ્ધતિ વચ્ચેનો વિવાદ હરગીઝ બનવા ન દેવાય.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

આઈ.એમ.એ એટલે કે ઈન્ડિયન મેડીકલ એસોસીએશનો કે જે દેશભરમાં એલોપેથીક તબીબોનું સંગઠન છે તેમની અને યોગગુરૂ‚ બાબા રામદેવ વચ્ચે જે વિવાદ થયો છે તે ખરી રીતે તો બાબા રામદેવની કેટલીક સ્પષ્ટતાઓ બાદ શમી જવો જોઈએ બાબા રામદેવ અને આઈ એમ.એ વચ્ચેના વિવાદને એલોપેથીક વર્સિસ આયુર્વેદિક પધ્ધતિ વચ્ચેનો વિવાદ હરગીઝ બનવા ન દેવાય. બાબા રામદેવ યોગગુ‚ તો છે જ વિશ્ર્વની આદરણીય વ્યક્તિ છે પતંજલી સંસ્થા આશ્રમ ભારતની આયુર્વેદિક જડીબુટ્ટીઓના આધારે દવા સહિતની ઘણી ચીજવસ્તુ બનાવે છે. કોરોનાના સામના માટે બાબા રામદેવે જે દવા બજારમાં પહેલા મૂકેલી અને પછી તેને આયુષ મંત્રાલયે માન્ય ન રાખી ત્યારબાદ પતંજલિએ કોરોનાના સામના માટે બીજા દવાઓ બજારમાં મૂકી અને તે વધુ અસરકારક પૂરવાર થઈ હોવાનો બાબા રામદેવ અને પતંજલીનો દાવો છે. બાબા રામદેવે પોતાની સ્ટાઈલ મુજબ એલોપેથીકની કેટલીક બાબતો અંગે ટીકા કરી હતી તે અંગે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી અને સંઘનું તબીબી સંગઠન કહે છે તે પ્રમાણે તેમણે માફી પણ માગી લીધી છે તો પછી આ વિવાદ રાજકીય નથી તેથી અહિંયાજ શમી જવો જોઈએ તેવી સંઘના તબીબી સંગઠન એન.એમ.ઓ.ની વાત જરાય અયોગ્ય નથી. હવે એન.એમ.ઓ. સામે ઉકળાટ કાઢવાની જ‚ર નથી. આઈએમ.ઓ સામે જે મુદ્દા છે તેનો જવાબ આપવાની પણ જ‚ર નથી. પરંતુ દર્દી દેવો ભવ:નો સિધ્ધાંત છે તેને મોટા તબીબથી નાના તબીબ સુધી અમલી બનાવવાની જરૂરીયાત છે.  બાબા રામદેવ, આઈએમએ અને એન.એમ.ઓ. તમામે આ બાબત પર ધ્યાન આપવાની જરૂરીયાત છે.

himmat thhakar આયુર્વેદિક અને એલોપેથીક ઉપચારના સમન્વય દ્વારા કોરોનાને મૂળમાંથી ભગાડવાનો સમય છે અને દર્દીને ગ્રાહક નહિ દેવ સમજવાની જરૂરીયાત છે
એલોપેથીક એ ઝડપથી સારા કરે તેવી ઉપચાર પધ્ધતિ છે તેથી લોકો તેને અપનાવે છે. કારણ કે આજના સમયમાં લોકોને રાહ જોવાનો સમય નથી. ઝડપથી સાજા થવું છે ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં સો ટકા વિશ્ર્વાસ ધરાવતા ઘણા મહાન ભાવોને ઓપરેશન પણ કરાવવા પડ્યા છે અને એલોપેથીક દવાઓનો આશરો લેવો પડ્યો છે પરંતુ થોડાક સાજા થયા બાદ ઘણા મહાનુભાવોને પોતાને થયેલા દર્દને મૂળમાંથી કાઢવા આયુર્વેદ પધ્ધતિનો સહારો લેવો પડ્યો છે. એલોપેથીક દવાઓ કે ઉપચારથી આડઅસરનો ભય છે જ. ઘણાને આડઅસર આવે જ છે સ્ટીરોઈડ કે અમૂક પ્રકારના પેઈન કીલર વધુ પડતા લેવાથી કીડનીને અસર થવાનો ભય  છે જ અમુક પ્રકારની ૫૦૦ એમ.જી. થી વધુ પાવર વાળી દવા લેવાથી કીડની ડેમેજ થઈ શકે છે તે પણ એક હકિકત છે જેની ના પાડી શકાય તેમ નથી.

Top Allopathic Doctors in Patiala - Book Appointment Online - Justdial
પરંતુ સાથોસાથ એમ પણ કહેવું પડે કે જલ્દી સાજા થવા માટે એલોપેથીક ઉપચાર એજ વિકલ્પ છે તેવું કહ્યા વગર ચાલે તેમ નથી. આયુર્વેદીક દવાઓ જેટલી ઉંડાઈ એલોપેથીક દવાઓમાં નથી. દર્દીને મૂળિયામાંથી કાઢવાની ક્ષમતા માત્રને માત્ર આયુર્વેદિક હોમિયોપેથીક અને ઘણાને જેમાં વધુ વિશ્ર્વાસ હોય છે તે યુનાની ચિકિત્સા પધ્ધતિમાં ભારતમાં ઘણા આયુર્વેદના સ્નાતક અને અનુસ્નાતક તબીબો એલોપેથીની પ્રેક્ટીસ કરે જ છે એટલે આયુર્વેદ પધ્ધતિને માનવા વાળા એલોપેથીની ઉપેક્ષા કરે જ છે તેવું નથી ઘણા સિનિયર એલોપેથીક તબીબો પોતાના દર્દીઓને સુદર્શન ઘનવટી લેવાની સલાહ આપતા હોય છે. એટલે હકિકતમાં એલોપેથીકની ઘણી દવાઓમાં આયુર્વેદિક દવાઓમાં વપરાતી ચીજોનો ઉપયોગ થાય જ છે. જેના નામો પણ આપી શકાય તેમ છે બ્રીટન, અમેરિકા, કેનેડા સહિતના ઘણા દેશો આયુર્વેદિકનું મહત્વ સમજ્યા છે. તેઓ આ પધ્ધતિને નવું સ્વ‚પ આપતા હોવાના અહેવાલો અખબારી પાનાઓ પર ચમકે છે.

લોહી ચૂસતા આ કીડાને શોધવામાં લાગ્યા છે ડૉક્ટરો, કોરોના સંક્રમિતોની  સારવારમાં થઈ શકે છે ઉપયોગી - JAN MAN INDIA | DailyHunt
એક અખબારે અત્યારે બેથી ત્રણ ટીવી ચેનલો પર પ્રસારિત થતી રામાયણ શ્રેણીનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે તેમાં નાગપાશનું ઝેર ગરૂડજી ઉતારી શકે છે તો અત્યારે પણ લોહી વિકારના ઘણા દર્દોમાં ખરાબા વાળું લોહી બહાર કાઢવા જળોનો ઉપયોગ થાય જ છે. પ્રમાણ ઓછું છે તે હકિકત છે. રામ-રાવણ યુદ્ધ વખતે લક્ષ્મણજીને ઈન્દ્રજીતની દિવ્ય શક્તિથી મૂર્છા આવે છે અને જો ૧૨-૧૪ કલાકમાં મૂર્છા ન ઉડે તો દર્દીની જીવન લીલા સંકેલાઈ જવાનો ભય હતો તે વખતે રાવણની લંકાનાજ રાજવૈદ્ય પોતાના દર્દી પ્રત્યેનો ધર્મ સમજી ‘મૃત સંજીવની’ લાવવા સૂચન કરે છે અને હનુમાનજી આ મૃત સંજીવની હિમાલય પર્વત પરથી લાવે છે અને તેને ઘુટીને કાઢવામાં આવેલા રસની માત્ર બે કે ત્રણ ચમચીથી લક્ષ્મણજી ફરી સજીવન થાય છે આ આયુર્વેદની તાકાત છે અને જ્યારે એલોપેથીક ઉપચાર પધ્ધતિ નહોતી ત્યારે આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ જ માનવીને મોતના મૂખમાંથી બહાર કાઢતી હતી. આ એક વાસ્તવિકતા છે અત્યારે જ્યારે આયુર્વેદ અને એલોપેથીક એ બંન્ને સારવાર પધ્ધતિઓ અત્યંત લાભદાયી પૂરવાર થાય છે જ. બન્ને વચ્ચેનું સંકલન ઘણા સારા પરિણામ લાવી શકે છે. જે હકિકત છે ઝડપી સાજા થવાની ૨૧મી સદીમાં ઘણાને વિશ્ર્વાસ ન પણ હોય તો પણ એલોપેથીકની સાથે લેવાતી આયુર્વેદિક દવાઓ વધુ અસરકારક પૂરવાર થયાના દાખલા આવતાજ રહે છે.

5 Ayurveda-approved herbs to increase your stamina and make you feel more  energetic.-ये 5 आयुर्वेदिक जड़ी-बूटियां आपका स्‍टेमिना बढ़ाकर, दिन भर थकान  को रखेंगी दूर।
આપણા દેશમાં અંગ્રેજો ગયા અને જે વારસો મુક્તા ગયા તે બધો વારસો લગભગ આપણે જાળવ્યો છે. એલોપેથીક ઉપચાર પધ્ધતિ અંગ્રેજો આવ્યા તે પહેલા આ દેશમાં નહોતી મોગલ બાદશાહો અને રાજા રજવાડાઓ પણ ગમે તેવા ઉપચાર કરતા હતા. તે વખતનું સૌથી વધુ જમા પાસુ એ હતું કે દર્દીને માત્ર ગ્રાહક નહિ પણ દર્દી દેવો ભવ કે દર્દી નારાયણ ગણવામાં આવતો હતો. આજે દર્દીની અને તેના પરિવારોની કેટલાક ખાનગી દવાખાનાઓમાં શું હાલત થાય છે તે આપણે કોરોનાકાળ દરમિયાન જોયું છે ભલે બધા સરખા નથી પણ કેટલાક એવા દાખલા પણ જોયા છે કે દર્દીનું મોત કોરોના કરતા પોતાના પરિવારજનોને જે બીલ ભરવાનું આવે તેની ચિંતાથી વહેલું થતું હોય છે. બે-ચાર કિસ્સા તો એવા પણ બહાર આવ્યા છે જેમાં બીલની રકમ પૂરેપૂરી ભર્યા પછી જ દર્દીનો મૃતદેહ સોપવામાં આવ્યો હોવાના દાખલા અખબારોના પાના પર ચમક્યા છે.

How is the study of Ayurveda different from Allopathy
અત્યારે હજી કોરોના કાળ પૂરો થયો નથી. આયુર્વેદ અને એલોપેથીક ઉપચાર પધ્ધતિ વાળાઓએ સામસામી તલવારો ખેંચવાનો સમય નથી. કોરોનાનો કઈ રીતે વધ કરવો તે પ્રશ્ર્ન છે. તે માટેનું ઉપચાર‚પી શસ્ત્ર વેક્સીન હોય કે આયુર્વેદિકની કોઈ દવા હોય તે સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. દર્દીને ગ્રાહક નહિ પણ દેવ ગણવાની વૃત્તિ કોરોના તો શું કોઈપણ દર્દને અટકાવી શકશે તેવું દેશના મોટાભાગના લોકો માને છે અત્યારે વિવાદનો નહિ સહયોગનો સમય છે રાજકારણીઓ ભલે સામસામા પ્રહારો કરે પણ આરોગ્ય સાથે સંકળાયેલા સૌએ આનાથી દૂર રહેવાની જ‚ર છે.