Not Set/ રસ્તા પર પૂરઝડપે વાહન ચલાવતા સાવધાન, હિટ એન્ડ રનમાં રોજ અંદાજીત 4લોકોના મોત

રસ્તા પર પૂરઝડપે વાહન ચલાવતા સાવધાન, હિટ એન્ડ રનમાં રોજ અંદાજીત 4લોકોના મોત

Gujarat Others Trending
strome 1 9 રસ્તા પર પૂરઝડપે વાહન ચલાવતા સાવધાન, હિટ એન્ડ રનમાં રોજ અંદાજીત 4લોકોના મોત

રાજ્યભરમાં અકસ્માત ના સર્જાય તે માટે રોડ રસ્તા અને હાઇવે પર ટ્રાફિક નિયમો બનાવાયા છે. પરંતુ લોકો સરેઆમ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. નિયમભંગ કરનારા લોકોની ભુલનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે. ગુજરાતમાં હિટ એન્ડ રનના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. બેફામ ડ્રાઇવીંગને કારણે હિટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

  • રસ્તા પર ફરી રહ્યાં છે યમરાજા
  • બેફામ ડ્રાઇવિંગે લીધા લોકોના જીવ
  • હિટ એન્ડ રનની રોજ અંદાજીત ઘટના
  • સરેરાશ રોજ ચાર વ્યકિતઓનાં મોત
  • છેલ્લા બે વર્ષમાં 2 હજારથી વધુનાં મોત

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનની ઘટનામાં કુલ મળીને અંદાજીત 2,876 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં સરેરાશ રોજ ચાર વ્યકિતઓ જીવ ગુમાવે છે. બેફામ ડ્રાઇવીંગ, દારૂ સહિત નશીલા દ્વવ્યોનો નશો સહિતના કારણોસર હિટ એન્ડ રનના કિસ્સા વધી રહ્યાં છે. મોટા શહેરો જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ હિટ એન્ડ રનના કિસ્સા વધી રહ્યાં છે. જે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે ખતરાની ઘંટડી રૂપ સમાચાર છે.

વર્ષ               હિટ એન્ડ રનની ઘટના

2015             2,085 કિસ્સા

2016             1,970 કિસ્સા

2017             2,555 કિસ્સા

2018             2,471 કિસ્સા

2019             2,087 કિસ્સા

ખાસ કરીને સુરત અને સાબરકાંઠામાં સૌથી વધુ હિટ એન્ડ રનના કિસ્સા નોંધાયા છે.  આ સાથે અમદાવાદ, ભરૂચ અને વલસાડમાં સૌથી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે વર્ષ 2018માં હિટ એન્ડ રનની ઘટનામાં 1,618 અને વર્ષ 2019માં 1,258 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ગૃહ વિભાગના મતે, વર્ષ 2015થી વર્ષ 2019 સુધીમાં કુલ મળીને 11,168 હિટ એન્ડ રનના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

  • આરોપી ભુલ કરી ભાગી ગયા
  • નિર્દોષ લોકોના ઉજડ્યા ઘર
  • હિટ એન્ડ રનના કેસના 5,579 આરોપી ફરાર

મહત્વની વાત તો એ છે કે હિટ એન્ડ રનના કિસ્સામાં અમદાવાદમાં 1,287, રાજકોટમાં 368, સુરતમાં 886, સુરત ગ્રામ્યમાં 756 આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દુર છે.  હિટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનારાં 5,579 આરોપીઓને પોલીસ હજુ પકડી શકી નથી. આ વાત ખુદ ગૃહ વિભાગે કબુલી છે. અકસ્માતનું પ્રમાણ ઓછુ થાય તે માટે RTO, ટ્રાફિક પોલીસના પ્લાન અને કાર્યક્રમો માત્ર કાગળ પર અમલી હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યુ છે.