Cricket/ ભારતીય ખેલાડીઓ પર થઇ વંશીય ટિપ્પણી, જાણો શું છે સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટ ટીમનાં અધિકારીઓએ ફરિયાદ કરી છે કે શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે…

Sports
Makar 86 ભારતીય ખેલાડીઓ પર થઇ વંશીય ટિપ્પણી, જાણો શું છે સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટ ટીમનાં અધિકારીઓએ ફરિયાદ કરી છે કે શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર દર્શકો દ્વારા જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી છે.

Indian Cricketers Subjected To Racism In Sydney: What Really Aussies Fan  Said To Mohammed Siraj, Jasprit Bumrah?

ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા પછી, આઇસીસી સ્ટેડિયમની સુરક્ષા અધિકારી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે લાંબી વાતચીત કરતી જોવા મળી હતી. આ દરમિયાન ભારતીય ટીમ મેનેજમેન્ટનાં સભ્યો પણ તેમની સાથે હતા. ટીમનાં કેપ્ટન અજિંક્ય રહાણે પણ સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન અખબાર ડેઇલી ટેલિગ્રાફનાં એક અહેવાલ અનુસાર, એવું જાણવા મળ્યું છે કે ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને છેલ્લા બે દિવસથી પ્રેક્ષકો દ્વારા વંશીય ટિપ્પણીઓ કરવામા આવી રહી છે. મેદાનનાં રેડવિંકથી જ્યા સિરાજ ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યા દર્શકોમાંથી આ ટિપ્પણી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, બીજા કિસ્સામાં, જ્યારે મેચ ચાલી રહી હતી, ત્યારે ભારતીય સ્ટાફ જસપ્રીત બુમરાહની પાછળ બાઉન્ડ્રીની બહાર ઉભો હતો અને તેની સાથે વાત કરી રહ્યો હતો.

આપને જણાવી દઈએ કે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે શનિવારનો અંત તેમની બીજી ઇનિંગમાં બે વિકેટનાં નુકસાન પર 103 રન સાથે કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પણ ભારત પર 197 રનની લીડ મેળવી લીધી છે. પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ 338 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ઇનિંગમાં ભારતને 244 રનમાં ઓલ આઉટ કરી દીધા હતા અને બીજી ઇનિંગમાં 94 રનની લીડ સાથે મેદાનમાં ઉતરી હતી. ત્રીજા દિવસની રમતનાં અંત સુધીમાં સ્ટીવ સ્મિથ 29 અને માર્નસ લાબુશૈન 47 રન બનાવીને રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (13) અને વિલ પુકોવસ્કી (10) ની વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ ઝડપી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો