Not Set/ વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ નવાબંદર PHCના તબીબ થયાં કોરોના સંક્રમિત…

કોરોના વાયરસની બીજી લહેરમાં મારી હાલત કફોડી બની જાત વેક્સીનના લીધે મને કોઇ પ્રકારના મેજર લક્ષણો નથી. અને હાલ તબીબની તબીયત સુધારા પર છે.

Top Stories
morvsa hadaf 12 વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ નવાબંદર PHCના તબીબ થયાં કોરોના સંક્રમિત...

વેક્સીન ના લીધી હોત તો મારી હાલત આજે ગંભીર હોત કોઇપણ પ્રકારના મેજર લક્ષણો નથી  : તબીબ

ઉના તાલુકાના નવાબંદર પી એચ સી કેન્દ્રના તબીબ આર એસ વાળાએ વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. અને હાલ તબીબ હોમ આઇસોલેટ છે. પરંતુ તબીબના જણાવ્યા મુજબ કોરોના વેક્સીનના સરકારની ગાઇડ લાઇન મુજબ બે ડોઝ ન લીધા હોત તો કોરોના વાયરસની બીજી લહેરમાં મારી હાલત કફોડી બની જાત વેક્સીનના લીધે મને કોઇ પ્રકારના મેજર લક્ષણો નથી. અને હાલ તબીબની તબીયત સુધારા પર છે. અને પોતાને એવો અહેસાસ પણ નથી થતો કે પોતે કોરોના પોઝીટીવ છે. વેક્સીન લીધા બાદ કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે. તો તેને સામાન્ય લક્ષણો જોવા મળે છે. આથી હાલ સરકાર દ્વારા ચાલતા કોરોના વેક્સીન અભિયાનમાં દરેક લોકોએ વેક્સીન અવશ્ય લેવી જોઇએ.

વધુમાં તબીબે જણાવેલ હતુ કે હાલ કોરોનાની બીજી લહેર વાયુવેગે પ્રસરી રહી છે. અને ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોના સામે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, તેમજ વેક્સીન જ  સૌથી વધુ અસર કારક છે. માસ્ક અને સોસશ્યલ ડિસ્ટન્સમાં ખામી રહી જતી હોય છે. પરંતુ વેક્સીન લીધી હશે તે કોરોનાથી સુરક્ષીત રહેશો કેમ કે વેક્સીન લીધા બાદ કોરોના પોઝીટીવ આવ્યો છે. પરંતુ લક્ષણો સાવ સામાન્ય છે. જો મે વેક્સીન ના લીધી હોત તો શરીરને ઘણી નુકશાની પહોચી ગઇ હોત ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વેક્સીન કેમ્પમાં તમામ લોકોએ વેક્સીન લેવી જોઇએ. અને વેક્સીન લેવામાં જેટલી જાગૃતતા બતાવશો તેટલો તમને અને તમારા પરીવારને ફાયદો છે. વેક્સીનથી નુકશાન નથી.

3 કર્મચારીને કોરોના પોઝીટીવ

ઉના શહેરી આરોગ્ય કેન્દ્રના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ માટે સવારથીજ લોકોની લાંબી કતાર જોવા મળતી હોય છે. ત્યારે અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારી પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય છે. ત્યારે આજે 3 કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા ભયનો માહોલ ફેલાયેલ હતો.

 ઉનામાં ખાનગી એમ્બ્યુલન્સની દોડા  દોડી….

ઉનામાં વધી રહેલા કોરોના કેસના દર્દીઓને વધુ સારવાર માટે બહાર રીફર કરવામાં આવતા હોય છે. ત્યારે ઉનાની 10 થી વધુ ખાનગી ઇમરજન્સી એમ્બ્યુલન્સ દોડા દોડી કરી રહી છે.