Not Set/ શેરબજારમાં અસ્થિરતાના વાતાવરણ વચ્ચે આ શેરે 2 દિવસમાં 44 ટકા વળતર આપ્યું

“જો ત્રણ મહિના પછી ઓક્સિજન સિલિન્ડરની માંગ બજારમાં નહીં આવે, તો આ સ્ટોકનું શું થશે, તે બધાને ખબર છે.”

Trending Business
vijay nehara 4 શેરબજારમાં અસ્થિરતાના વાતાવરણ વચ્ચે આ શેરે 2 દિવસમાં 44 ટકા વળતર આપ્યું

આ સમયે શેરબજારમાં અસ્થિરતાનું વાતાવરણ હોઈ શકે છે, પરંતુ કેટલાક શેરો એવા છે જે ખૂબ જ ટૂંકા સમયમાં તેમના રોકાણકારોને ખુશ કરી રહ્યા છે. આવો જ એક શેર છે એવરેસ્ટ કંટો સિલિન્ડર લિમિટેડ છે. મંગળવારે ટ્રેડિંગ સેશન દરમિયાન, બીએસઈ પર કંપનીનો શેર 20 ટકા વધીને રૂ. 110.70 ઉપર  10 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.

સ્ટીલ ગેસ સિલિન્ડરોના ભારતના અગ્રણી ઉત્પાદકોમાંનો એક શેર સતત પાંચ દિવસથી ઉછાળા સાથે વ્યાપાર કરી રહ્યોછે.  મજબૂત આવક વૃદ્ધિની અપેક્ષાને કારણે કંપનીએ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 44 ટકાનો વધારો કર્યો છે. શેર હાલમાં જુલાઈ 2010 પછીના ઉચ્ચતમ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

ભારે કરી કોરોનાએ તો ! / રાજધાની દિલ્હી બાદ આ રાજ્યમાં પણ લાગુ પડશે એક અઠવાડિયાનું લોકડાઉન

રાજકીય વિશ્લેષણ / TMC, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ શક્તિ પ્રદર્શનથી દૂર રહ્યાં હોત તો બંગાળમાં કોરોનાના કેસ ઓછા હોત

આ શેર તેના રોકાણકારોને માલામાલ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. શેરમાં છેલ્લા છ મહિનામાં લગભગ 300 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સમાં આ સમયગાળા દરમિયાન 18 ટકાનો વધારો થયો છે. આ શેરમાં ટ્રેડિંગની ભારે પ્રવૃત્તિ જોવા મળી છે. મંગળવારે સરેરાશ વોલ્યુમ છ વખત ઉછળ્યું. મંગળવારે બપોરે 1.15 વાગ્યા સુધીમાં એનએસઈ અને બીએસઈ પર કંપનીના કુલ ઇક્વિટીના 10 ટકા એવા કુલ 11.25 મિલિયન શેરોની આપ-લે કરવામાં આવી હતી.

જ્યારે અમે આ શેર વિશે સીએનઆઈ રિસર્ચ સીએમડી કિશોર ઓસ્વાલ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે રોકાણકારોએ આવા શેરોમાં સાવધ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે રોકાણકારોએ કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા પ્રમોટર્સની ગુણવત્તા અને સ્થિરતા વિશે જાણવું જોઈએ. તેમણે કહ્યું, “જો ત્રણ મહિના પછી ઓક્સિજન સિલિન્ડરની માંગ બજારમાં નહીં આવે, તો આ સ્ટોકનું શું થશે, તે બધાને ખબર છે.”

udhdhav thakre 5 શેરબજારમાં અસ્થિરતાના વાતાવરણ વચ્ચે આ શેરે 2 દિવસમાં 44 ટકા વળતર આપ્યું