Education/ અગવડતાને માત આપી, નિષ્ઠાથી મેહનત કરી, વિદ્યાર્થીઓ પોતાનું અને પોતાના માં બાપ તથા શિક્ષકોનું નામ ઊંચું કરી દેખાડે એ જ આશાસહ

શાળાઓ એ ઓનલાઇન વિડિયો ક્લાસિસ કરાવીને બાળકો ને મદદરૂપ થાય એવા બધા જ પ્રયત્નો કર્યા. આ પરિસ્થિતિ ફક્ત બાળકો જ નહીં પરંતુ શિક્ષકો માટે પણ પડકારરૂપ સાબિત થઈ. જે રીત થી શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એ આ પરિસ્થિતિ માં પણ ભણતર પરથી ધ્યાન ભટકાઈ ન જાય તેની કાળજી લીધી એ

Trending Mantavya Vishesh
લગ્ન 10 અગવડતાને માત આપી, નિષ્ઠાથી મેહનત કરી, વિદ્યાર્થીઓ પોતાનું અને પોતાના માં બાપ તથા શિક્ષકોનું નામ ઊંચું કરી દેખાડે એ જ આશાસહ

૨૦૨૦ માં કોરોના જેવી ભયાનક બીમારીએ વિશ્વભર ના જનજીવન ને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું હતું. નાના થી નાના ધંધાદારીઓ થી માંડીને મોટા મોટા વ્યાપારીઓ ઉપર લોકડાઉનની બહુ જ ઊંડી અસર જોવા મળી છે. કેટલાક વર્ષો થી જામેલા ધંધા ઠપ્પ થઈ ગયા તો જે મજૂરો દૈનિક વેતન ઉપર ગુજરાન કરતા હતા તેમના જીવન વેર વિખેર થઈ ગયા. નોકરી ધંધા પર તો કોરોના એ આકરી છાપ છોડી જ છે પણ તેની આડઅસર અલગ અલગ ઉંમર ના વિદ્યાર્થીઓ ના જીવન પર પણ પડી છે.

લગ્ન 9 અગવડતાને માત આપી, નિષ્ઠાથી મેહનત કરી, વિદ્યાર્થીઓ પોતાનું અને પોતાના માં બાપ તથા શિક્ષકોનું નામ ઊંચું કરી દેખાડે એ જ આશાસહ

Education / ધો.1થી 5ના રેગ્યુલર વર્ગો શરૂ કરવા સરકારની તૈયારીઓ શરુ

નર્સરી થી માંડી ને કોલેજના વિધાર્થીઓ એ પહેલી વાર આવી કોઈ પરિસ્થિતિનો સામનો કર્યો હશે જેમાં શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ બધુજ પૂર્ણ રીતે બંધ હોય. નાના ભુલકાઓનું તો બાગ બગીચા માં રમવાંનું પણ બંધ થઈ ગયું. આ લોકડાઉનમાં સરકારે શાળાઓ અને ટ્યુશન ક્લાસ પૂર્ણ રીતે બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો જેના કારણે વિદ્યાર્થીઓ પાસે ભણતર નું એક પણ માધ્યમ ઉપલબ્ધ ન રહ્યું. વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસ માં આવી ગયા હતા કે હવે આગળ શી રીતે ભણતર પૂરું થશે. એમનું વર્ષ બગડવાની ચિંતા થવા માંડી. એમનું ભવિષ્ય જાણે ધુધળું પડવાં માંડ્યું હતું.

આવી પરિસ્થિતિ માં નવી ટેકનોલોજી એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો નો ખૂબ સાથ નિભાવ્યો. શાળાઓ એ ઓનલાઇન વિડિયો ક્લાસિસ કરાવીને બાળકો ને મદદરૂપ થાય એવા બધા જ પ્રયત્નો કર્યા. આ પરિસ્થિતિ ફક્ત બાળકો જ નહીં પરંતુ શિક્ષકો માટે પણ પડકારરૂપ સાબિત થઈ. જે રીત થી શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એ આ પરિસ્થિતિ માં પણ ભણતર પરથી ધ્યાન ભટકાઈ ન જાય તેની કાળજી લીધી એ ખરેખર પ્રશંસનીય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો, બંને માટે આ પ્રકારનું ભણતર નવી કસોટી હતી જેમાં તેઓ ઘણી હદ સુધી સફળ રહ્યા અને ભણતરનું માન કાયમ રહ્યું.

Image result for std 12 student exam pen paper

covid19 / WHOને વુહાનથી કોવિડ -19 ફેલાવાના સંકેતો મળ્યા, ચીને લોહીના નમૂના આપવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આ સૌથી વધારે મહત્વ નું વર્ષ છે. તેઓ ૨૦૨૧માં બોર્ડ ની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. કોરોના કાળ માં આટલી મહત્વપૂર્ણ પરીક્ષાની તૈયારી કરી એમાં સફળતા મેળવવી સહેલી વાત નથી. બોર્ડ ના વિદ્યાર્થીઓ હંમેશા સમય ની અછત હોવાની ફરિયાદ કરતા હોય છે. કોરોના ના સમયમાં શાળાઓ અને કોચિંગ ક્લાસિસ બંધ હોવાથી ભલે ભણતર નું રૂપ બદલાયું પરંતુ એનો એક ઘણો મોટો લાભ પણ બાળકો ને પ્રાપ્ત થયો છે. સ્કૂલ અને ક્લાસિસ માં આવવા જવાના સમય માં ઘણી બચત થઈ છે. આ કારણે વિદ્યાર્થીઓ ને પોતાની પદ્ધતિ થી ભણવાનો વધારે સમય મળ્યો. આ સમય નો લાભદાયક ઉપયોગ બોર્ડ ની પરીક્ષા માં ઉત્તમ પરિણામ લાવવા માં મદદરૂપ થઈ શકે. જે વિદ્યાર્થી ધ્યાનપૂર્વક, પૂર્ણ નિષ્ઠા થી આ સમય નો સદુપયોગ કરીને બોર્ડ ની પરીક્ષા માં હાજર થશે એ વિદ્યાર્થી ને શ્રેષ્ઠ ગુણો સાથે ઉત્તીર્ણ થવામાં કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આડે નહીં આવે.

Image result for std 12 student exam pen paper

કેહવાય છે ને કે એક સિક્કા ની બે બાજુઓ હોય છે, એ જ રીતે કોરોના જેવી મહામારી ના ઘણા બધા નુકસાન ની સામે વિદ્યાર્થીઓ ને વધારા નો સમય મળવો એ એક એવો ફાયદો છે જે મેહનતું અને નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ માટે જીવન ને ખરી દિશા દેખાડી શકે છે. દરેક અગવડતા ને માત આપી, પૂર્ણ નિષ્ઠા થી મેહનત કરી વિદ્યાર્થીઓ પોતાનું અને પોતાના માં બાપ તથા શિક્ષકોનું નામ ઊંચું કરી દેખાડે એ જ અમારી આશા.

@સ્નેહા ધોળકીયા, કટાર લેખક 

covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર

બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ