ફળોના ભાવમાં વધારો : શ્રાવણ મહિનો આવે એટલે તહેવારોની ઝાકમઝોળની શરૂવાત થાય છે. અને શ્રવણ માસ આવતાની સાથે જ ઉપવાસમાં ખવાતા ફળોના ભાવમાં પણ ધરમખમ વધારો જોવા મળી રહ્યો છે.
- શ્રાવણ માસમાં ફ્રુટના ભાવમાં ઉછાળો
- તહેવારો આવતાની સાથે જ ફ્રુટ થયા મોંઘા
- મોંઘવારીનો માર હવે ફ્રૂટના ભાવ પર
એક તરફ રાજ્યમાં વરસાદની ઘટ તો બીજી તરફ વધી રહેલી મોંઘવારી. જેના લીધે મોંઘવારીએ માજા મૂકી છે. હવે તહેવારની સીઝન આવી રહી છે. ત્યારે ફળોના ભાવમાં વધારો જોવા મળી રહ્રયો છે. તહેવાર આવતાની સાથે જ ઉપવાસમાં ખવાતા ફળોના ભાવમાં પણ ધરમખમ વધારો જોવા મળી રહ્યો છે. હવે ડાયટ માટે ખવાતા ફ્રુટ પણ મોંઘા થતા પ્રજા મોંઘવારીથી ત્રહીમામ પોકારી ગઈ છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ૪૪ ટકા વરસાદ વરસાદ ઓછો છે. તો કોરોનાની મહામારીમાં મોંઘવારીની પણ મહામારી ચાલી રહી છે. ત્યારે બહારથી આવતા ફળોમાં પણ હવે પાણીની તંગીના કારણે આવક ઘટી છે. જેથી હવે ડાયટ અને હેલ્થ માટે બેસ્ટ ગણાતા ફળોના ભાવમાં વધારો થયો છે. તો સાથે સાથે હવે ઉપવાસની મૌસમ એટલે કે તહેવારો આવી ગયા છે. જેથી હવે ફળોના ભાવ પણ વધ્યા છે.
મોટી કાર્યવાહી / સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને ફટકાર્યો દંડ
બટાટા અને શક્કરીયા / શ્રાવણ માસમાં ઉપવાસ બન્યા મોંઘા, બટાટાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
સિઝનલ ફળોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ કિલો દીઠ રૂ. ૧૦ થી ૧૫નો વધારો નોંધાયો છે. નબળો વરસાદ, ઓછું ઉત્પાદન અને પેટ્રોલ ડીઝલ સહિતના વધેલા ભાવને કારણે મોંઘવારીની મહામારીમાં જનતા હોમાઈ રહી છે. આશા રાખીએ કે આ અહેવાલ બાદ મોંઘવારીના મારમાં જનતા ને રાહત મળે .