National Herald case/ મહિલા કોંગ્રેસ નેતાએ પોલીસકર્મીઓ પર થૂંકવાના આરોપની સ્પષ્ટતા આપતા કહ્યું…

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

Top Stories India
2 1 18 મહિલા કોંગ્રેસ નેતાએ પોલીસકર્મીઓ પર થૂંકવાના આરોપની સ્પષ્ટતા આપતા કહ્યું...

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસ નેતા નેટ્ટા ડિસોઝા પર પોલીસકર્મીઓ પર થૂંકવાનો આરોપ લાગ્યો હતો. મહિલા કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ નેટ્ટા ડિસોઝા ED સામે વિરોધ કરી રહ્યા હતા. આરોપ છે કે જ્યારે પોલીસે તેને કસ્ટડીમાં લીધા અને બસમાં ચઢાવી રહ્યા હતા ત્યારે તેમણે પોલીસકર્મીઓ પર થૂંક્યું હતુ.

ઉલ્લેખનીય છે કે નેટ્ટા ડિસોઝા કોંગ્રેસની મહિલા પાંખના કાર્યકારી અધ્યક્ષ છે. આ બનાવની સાથે જ કોંગ્રેસ પાર્ટી ભાજપના નિશાના પર આવી ગઈ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શહજાદ પોનાવાલાએ આ વીડિયો વિશે ટ્વિટ કરીને લખ્યું છે કે શરમજનક અને ઘૃણાજનક, આસામમાં પોલીસને માર્યા પછી, હૈદરાબાદમાં કોલર પકડીને, હવે મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાએ પોલીસ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ પર માત્ર એટલા માટે થૂંક્યા કારણ કે ભ્રષ્ટાચાર માટે ED દ્વારા રાહુલની પૂછપરછ કરવામાં આવી રહી છે. શું સોનિયા, પ્રિયંકા અને રાહુલ તેમની સામે પગલાં લેશે?

જયારે નેટ્ટા ડિસોઝાએ ટ્વિટ કરીને અન્ય એક વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે મીડિયા પર મારા વિરુદ્ધ ખોટો પ્રચાર ચલાવવામાં આવી રહ્યો છે. આ વિડિયો બતાવે છે કે કેવી રીતે મારા વાળને સખત રીતે ખેંચવામાં આવ્યા હતા, મને કાદવમાં ધકેલી દેવામાં આવી હતી. કાદવ, ધૂળ અને વાળ મારા મોંમાં ગયા, જે મેં મારા મોંમાંથી બહાર કાઢ્યા. સુરક્ષા કર્મચારીઓનો અનાદર કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. સત્યમેવ જયતે.

નોંધનીય છે કે  નેટ્ટા ડિસોઝા આ વર્ષે એપ્રિલમાં સમાચારમાં આવી હતી જ્યારે તે અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બંને દિલ્હી-ગુવાહાટી ફ્લાઈટમાં સામસામે આવી ગયા હતા. કોંગ્રેસ નેતાએ ટ્વિટર પર ઘટનાનો એક નાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે મહિલા અને બાળ વિકાસ મંત્રીને એલપીજી અને પેટ્રોલની વધતી કિંમતો વિશે પૂછી રહી હતી.