યુગાન્ડા/ રાજધાની કંપાલામાં વિસ્ફોટ, સંસદ ભવનની નજીક પાર્ક કરેલી બે કારમાં બ્લાસ્ટ

આ વિસ્ફોટ પૈકી એક પોલીસ સ્ટેશનની નજીક થયો હતો અને બીજો બ્લાસ્ટ સંસદ ભવનની નજીક આવેલ રસ્તા પર કરવામાં આવ્યો હતો,

World
Untitled 252 રાજધાની કંપાલામાં વિસ્ફોટ, સંસદ ભવનની નજીક પાર્ક કરેલી બે કારમાં બ્લાસ્ટ

યુગાંડાની રાજધાની કંપાલા મંગળવારે વહેલી સવારે બે સિરિયલ વિસ્ફોટથી હચમચી ઉઠ્યું હતું. વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ બ્લાસ્ટથી માત્ર 100 મીટર દૂર પર ભારતીય પેરા બેડમિન્ટન ટીમ રોકાઈ હતી. મળતી માહિતી મુજબ, યુગાન્ડાની રાજધાની કંપાલામાં સંસદ ભવનની નજીક થયેલ સિરિલય બ્લાસ્ટ થતાં બેથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે.

 

 

આ બ્લાસ્ટને કારણે ભારતીય ટીમને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. ભારતીય પેરા બેડમિન્ટન ટીમ ટીમ યુગાન્ડામાં પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ-2021માં ભાગ લેવા માટે કેટલાક દિવસ અગાઉથી ત્યાં પહોંચી છે. આ ટીમમાં ટોક્યો પેરાલિમ્પિક-2021 પદક જીતનાર પ્રમોદ ભગત,મનોજ સરકાર અને અન્ય ખેલાડીઓ પણ શામેલ છે.

આ વિસ્ફોટ પૈકી એક પોલીસ સ્ટેશનની નજીક થયો હતો અને બીજો બ્લાસ્ટ સંસદ ભવનની નજીક આવેલ રસ્તા પર કરવામાં આવ્યો હતો, સંસદ ભવન નજીક થયેલ વિસ્ફોટ સંભવત એક બિલ્ડિંગને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં વિમા કંપનીની ઓફિસ આવેલી છે.વિસ્ફોટના કારણે આસપાસ ઉભેલા વાહનોમાં આગ લાગી હતી. વિસ્ફોટના પગલે સમગ્ર વિસ્તારને પોલીસે ખાલી કરી દીધો હતો અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.