Rajkot/ રૂડા દ્વારા આયોજિત આવાસ યોજનાને બહોળો પ્રતિસાદ, આટલા હજાર ફોર્મ વિતરણ

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન આવાસો પૈકીના ખાલી આવાસોની ફાળવણી માટે તારીખ1-1-2021 થી ફોર્મ વિતરણ શરુ

Top Stories Gujarat
1

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન આવાસો પૈકીના ખાલી આવાસોની ફાળવણી માટે તારીખ1-1-2021 થી ફોર્મ વિતરણ શરુ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ પ્રકારના કુલ688 આવાસો માટે ફાળવણી કરવાની રહે છે. કોરોનાના કપરા સમય બાદ જુન માસ દરમિયાન ધંધા રોજગારને પડેલ મારને ધ્યાને લેતા લોકોએ ફોર્મ ઓછા ભરેલ હતા. પરંતુ હાલ રૂડા દ્વારા તે ખાલી આવાસો માટે ફરીથી ફોર્મ બહાર પડેલ છે.

Dang / CM વિજય રૂપાણીના હસ્તે સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેન્ક સહિત આટ…

 ફક્ત 2 જ દિવસમાં કુલ 3198 અરજી ફોર્મનું વેચાણ થઇ ગયેલ છે. અને શરૂઆતના 2 દિવસમાં જ 9 અરજીઓ (1 ઓનલાઈન તથા 8 ઓફલાઈન) ડીપોઝીટ સાથે પરત આવેલ છે.આ અંગે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા ઈચ્છતા તમામ આસામીઓને અપીલ કરેલ છે કે આવાસ યોજનાના ફોર્મ ભરવાની આખરી તારીખ 16-1-2021સુધીમાં વધુમાં વધુ આસામીઓએ દ્વારા લાભ લેવામાં આવે.

1
ruda

Gujarat / વેકસીનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશ…

વધુમાં રૂડા કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે તાજેતરમાં એક એવી વાત પણ બહાર આવી છે કે રૂડા દ્વારા હાલ જે ખાલી આવાસ યોજનાના ફોર્મ વિતરણ થઇ રહ્યા છે તે આવાસો ફર્નીચરની સગવડતા સાથે આપવાના છે. જોકે આ વાત ખરી નથી. વિશેષમાં લોકોએ નોંધ લેવી કે રૂડા દ્વારા બનાવવામાં આવતા આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગતના હોઈ તેમાં ફર્નીચરની સાથે આવાસો અંગે કોઈ વ્યવસ્થા નથી. પરતું પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની ગાઈડલાઈન્સ અનુસાર તમામ પ્રકારની સુવિધા જેમ કે ઉચ્ચ ગુણવતાનું મટીરીયલ્સ, રસોડામાં કોટા સ્ટોન, બાથરૂમ ફીટીંગ, બારી દરવાજા વગેરેની સુવિધા સાથે ફ્લેટ આપવામાં આવે છે. તો આ બાબતને ધ્યાને લઇ વધુ માં વધુ લોકો આ સુવિધાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવે છે.

Ahmedabad / લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત, અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે ભૂ-મા…

વધુમાં લોકોની સરળતા માટે શરુ કરાયેલ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ચાલુ છે જે અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.in પરથી તા. ૦૧/૦૧/૨૦૨૧ (૦.૦૦ કલાકથી) થી તા. ૧૬/૦૧/૨૦૨૧ (૨૩.૫૯ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…