Not Set/ અમદાવાદમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો

અમદાવાદ, જજીસ બંગ્લોઝ વિસ્તારમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીને છોડી અઠવાડિયામાં પાંચ દિવસ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગ્યો હતો. ધંધામાં પૈસાની જરૂર છે તેવું જૂઠું તેમજ ઘરમાં ચોરી કરી પૈસા લઈ પ્રેમિકાને આપતો હતો. જેની જાણ થતાં પત્નીએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જજીસ બંગ્લોઝ રોડ પર […]

Ahmedabad Gujarat
File Pic અમદાવાદમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો

અમદાવાદ,

જજીસ બંગ્લોઝ વિસ્તારમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીને છોડી અઠવાડિયામાં પાંચ દિવસ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગ્યો હતો. ધંધામાં પૈસાની જરૂર છે તેવું જૂઠું તેમજ ઘરમાં ચોરી કરી પૈસા લઈ પ્રેમિકાને આપતો હતો. જેની જાણ થતાં પત્નીએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા એક ફ્લેટમાં રહેતી યુવતીએ 2017માં અમદાવાદના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ યુવક  શનિ-રવિ જ ઘરે આવતો હતો. ધંધામાં વયસ્ત હોવાનું કહી મહિનામાં બે વખત જ ઘરે આવતો હતો. પિતા મરી ગયા છે અને માતાને કેન્સર થયું છે. તેવું લોકો પાસે જૂઠું બોલી રૂ. 68 લાખ લઈ લીધા હતા. તેના પિતાએ પૂછતાં છોકરી સાથે અફેર હતું એટલે તેને આપ્યા છે એમ કહ્યું હતું. એક વખત ઘરમાંથી માતાના દાગીના પણ ચોરી લીધા હતા. પત્નીના દાગીના પણ ગીરવે મુક્યા હતા.

વર્ષ 2018માં નવરાત્રિમાં પત્નીએ કોની સાથે ફોન પર વાત કરો છો પૂછતાં ગાળાગાળી કરી માર માર્યો હતો. પત્નીને જાણકારી મળી હતી કે, લાડ સોસાયટીમાં રહેતી જીયા નામની યુવતી સાથે પતિ  અઠવાડિયામાં પાંચ દિવસ રહે છે. જેથી પત્નીએ લાડ સોસાયટીમાં પહોંચી ગઈ હતી. જયાં પત્નીએ બંનેને સાથે બેડરૂમમાં સુતા જોયા હતા. પતિએ પત્નીને જણાવ્યું હતું કે, હું જિયા જોડે લગ્ન કરવા માગું છું, તારા જોડે મને મજા નથી આવતી. પતિએ ખોટું બોલી અને લગ્ન કર્યા હતા. જીવન સંસાર તોડવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા માયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.