કાયદો/ સ્ત્રીના લગ્નેતર સંબંધોનો અર્થ એ નથી કે તે ‘ખરાબ માતા’ છે: HC

પિતૃસત્તાક સમાજમાં મહિલાઓને લાંછન લગાવું એક સામાન્ય વાત છે. વધુમાં કોર્ટે કહ્યું હતું કે,  સ્ત્રીને લગ્નેત્તર સંબંધ છે અથવા હોઈ શકે છે. પરંતુ તેના આધાર પર એ વાત સાબિત નાં થઇ શકે તેણીની એકસારી માતા નથી.અને માત્ર તેના લગ્નેત્તર સંબંધોને કારને તેણીને તેના બાળકથી દુર રાખવી યોગ્ય નથી.

Trending
ratna 2 સ્ત્રીના લગ્નેતર સંબંધોનો અર્થ એ નથી કે તે 'ખરાબ માતા' છે: HC

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ ચુકાદો આપતાં કહ્યું હતું કે સ્ત્રીના  લગ્નેતર સંબંધ તેને ખરાબ માતા તરીકે વ્યાખ્યાયિત કરવા માટે પૂરતા નથી . હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એવું કહ્યું છે કે સ્ત્રીનું લગ્નેતર સંબંધ પરથી એ નક્કી નાં કરી શકાય કે તે સારી માતા નથી. અને આ આધાર પર તેણીને બાળકોની કસ્ટડી વાંછિત પણ નાં રાખી શકાય.

હાઈ કોર્ટે આ ટીપ્પણી કરતા બુધવારે એક કેસમાં સદાચાર વર્ષની બાળકીને તેની માતાને સોપી હતી. અદાલત કહે છે કે વૈવાહિક વિવાદમાં, સ્ત્રીને તેના લગ્નેતર સંબંધોને લીધે સ્ત્રીને તેના બાળકની કસ્ટડી આપવાથી ઇનકાર કરવા કોઈ કારણ નથી. અરજદાર મહિલાએ તેની સાડા ચાર વર્ષની પુત્રીની કસ્ટડી માટે કોર્ટમાં હેબીસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. બાળક હાલમાં મહિલાના તેણીથી અલગ રહેતા પતિ પાસે છે.

જસ્ટિસ અનુપિંદર સિંહ ગ્રેવાલે અરજદાર મહિલાને બાળકનો હવાલો આપવાની મંજૂરી આપતા કહ્યું કે, ઉત્તરદાતાએ અરજદાર મહિલાના પાત્ર પર આરોપો લગાવ્યા છે કે મહિલાને તેના કોઈ સંબંધી સાથે લગ્નેત્તર સંબંધો રાખે છે. ન્યાયમૂર્તિ ગ્રેવાલએ કહ્યું કે અરજીમાં આ દાવા સિવાય કોર્ટ સમક્ષ કોઈ પુરાવા રજૂ કરાયા નથી જે સમર્થન આપે કે મહિલા એક સારી માતા નથી.

ન્યાયાધીશ ગ્રેવાલે કહ્યું કે પિતૃસત્તાક સમાજમાં મહિલાઓને લાંછન લગાવું એક સામાન્ય વાત છે. વધુમાં કોર્ટે કહ્યું હતું કે,  સ્ત્રીને લગ્નેત્તર સંબંધ છે અથવા હોઈ શકે છે. પરંતુ તેના આધાર પર એ વાત સાબિત નાં થઇ શકે તેણીની એકસારી માતા નથી.અને માત્ર તેના લગ્નેત્તર સંબંધોને કારને તેણીને તેના બાળકથી દુર રાખવી યોગ્ય નથી.

ન્યાયાધીશ ગ્રેવાલે કહ્યું કે આ કેસમાં અરજદાર મહિલા વિરુદ્ધના આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને સગીર બાળકની કસ્ટડી તેણીની માતાને સોપવા માટે હુકમ પણ કર્યો હતો. તો વધુમાં કોર્ટે કહ્યું હતું કે, બાળકને કિશોરાવસ્થા દરમિયાન તેના વિકાસ માટે માતાના પ્રેમ, સંભાળ અને હુંફની જરૂર રહેશે.