Rajkot/ સૌ.યુનિમાં નકલી ડિગ્રીનું કૌભાંડ : 5 વર્ષમાં 158 વિદ્યાર્થીઓ નકલી માર્કશીટ ધરી અસલી ડિગ્રી લઈ ગયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નકલી ડીગ્રીના કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે.ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી નકલી ડીગ્રી મેળવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અને અસલી ડિગ્રી પ્રાપ્ત ક

Top Stories
1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નકલી ડીગ્રીના કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે.ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી નકલી ડીગ્રી મેળવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અને અસલી ડિગ્રી પ્રાપ્ત કરવાના અહેવાલો મળી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનની યુનિવર્સિટીમાંથી નક્લી માર્કશીટના આધારે વિદ્યાર્થીએ એલએલબીનો કોર્સ કર્યો હતો, જ્યારે શ્રીધર યુનિવર્સિટીની 14થી વધુ નકલી માર્કશીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કરીને વિદ્યાર્થીઓ કોર્સ કરી ચુક્યા છે. આ રીતે નકલી ડિગ્રી પ્રાપ્ત કરનારાનો આંકડો છેલ્લા પાંચ વર્ષમાં 158 પર પહોંચ્યો છે.

Verdict / શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં નિર્ણય અનામત, શાહી ઇદગાહ પક્ષે આ …

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂતકાળમાં પ્રકરણ સામે આવ્યા બાદ ઠરાવ સિન્ડિકેટમાં પસાર કરીને તમામ નકલી ડીગ્રી રદ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ તમામ માર્કશીટ રદ કરવાના બદલે યુનિવર્સિટી માત્ર બે ચાર માર્કશીટને રદ કરી અને ફાઇલ બંધ કરી દીધી હતી. હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ માર્કશીટ શોધી અને ડિગ્રી રદ કરવા માટે કોઈ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા નથી એવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Rajkot / લેન્ડ ગ્રેબીંગનો ત્રીજો ગુનો નોંધાયો, કરોડોની સરકારી જમીન બા…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારના પ્રશ્નો કોઈ નવી બાબત રહી નથી. આ અગાઉ પણ એક કોલેજ કે યુનિવર્સિટી સંલગ્ન પણ ન હતી તેમના દ્વારા કોલેજે વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે એડમીશન અપાવી દીધા હતા. એટલું જ નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને ડિગ્રી પણ આપી દીધી હતી. આ બાબત ખુબ મોડેથી જાહેર થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસનું નાટક કરી અને ફાઇલ બંધ કરી દેવામાં આવી હતી.તાજેતરમાં શ્રીધર યુનિવર્સિટીમાંથી નકલી માર્કશીટ રજૂ કરવા મુદ્દે પોલીસ કમિશનરના આદેશ થયા બાદ યુનિવર્સિટી પોલીસ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, પરીક્ષા નિયામક સહિતના હોદ્દેદારોને તપાસ માટે મળી હતી. આ પ્રકરણમાં પોલીસે તટસ્થ કાર્યવાહી કરવા માટે તત્પરતા બતાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નકલી માર્કશીટના કૌભાંડને છાવરી રહી હોય તે પ્રકારનું ચિત્ર ઉપસી રહ્યું હતું. પોલીસ ફરિયાદની તત્પરતા દાખવનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી.

Corona Update / દેશમાં 7 મહિના બાદ સૌથી મોટી રાહત, 24 કલાકમાં 10 હજારથી નીચે…

નકલી ડીગ્રીની માયાજાળ ચારે તરફ ફેલાઈ રહી છે ત્યારે આ કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. તેમજ જો કોઈ પણ પ્રકરણમાં યુનિવર્સીટીના કર્મચારી કે હોદ્દેદાર કસૂરવાર ઠરે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે તેમ છે. પરંતુ વિદ્યાર્થીઓના એડમિશન વખતે તેમાં જવાબદાર વડા અને ડીન સહિતના લોકોને બચાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાયદાકીય પ્રક્રિયામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.

Accident / સુરતનાં કીમ માંડવી રોડ પર ટ્રકચાલકે ફુટપાથ પર સુતેલા શ્રમજીવ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…