વલસાડ/ અંતિમયાત્રા કાઢવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે પરિવારજનો,

પરાડા તાલુકાના વાવર ગામ ફળિયા નજીકથી પસાર થતા નાળા પરના ચેકડેમના કારણે ગામથી સ્મશાન સુધીનો સંપર્ક તૂટી ગયો છે. જેથી લોકોને ચેકડેમ પરથી પસાર થતા પાણીમાંથી મૃતકોની અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી રહી છે.

Gujarat Others
અંતિમયાત્રા

વલસાડ જિલ્લાના કપરાડામાં વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા બંને કાંઠેથી વહી રહ્યા છે. જ્યારે વાવર ગામ પાસે બે કાંઠેથી નાળા વહેતા હોવાથી ગામનો સ્મશાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અહીં ચેકડેમમાંથી પાણી વહી રહ્યું છે. ચેકડેમ પરથી પસાર થતા લોકોને પાણીમાં અંતિમયાત્રા કાઢવા મજબૂર થયા છે. લોકો પોતાના સ્વજનોની અંતિમયાત્રા માટે જીવ જોખમમાં મુકવા મજબૂર થયા છે. આ સમસ્યા દર વર્ષે વરસાદની સિઝનમાં થાય છે. સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે લોકોએ ચેકડેમ પાર કરતી વખતે જોરદાર વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલના કારણે જિલ્લાની તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. અવિરત વરસાદને કારણે કેટલીક જગ્યાએ નીચાણવાળા પુલ અને નાના ચેકડેમો પર પાણી વહી રહ્યા છે. જેના કારણે કેટલીક જગ્યાએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કપરાડા તાલુકાના વાવર ગામ ફળિયા નજીકથી પસાર થતા નાળા પરના ચેકડેમના કારણે ગામથી સ્મશાન સુધીનો સંપર્ક તૂટી ગયો છે. જેથી લોકોને ચેકડેમ પરથી પસાર થતા પાણીમાંથી મૃતકોની અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી રહી છે.

વાવર ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની અંતિમયાત્રા ચેકડેમ પરથી પસાર થતા પાણીમાંથી જવું પડ્યું હતું. આમ, લોકોએ પોતાના સગા-સંબંધીઓની અર્થી ખભા પર લઈને જીવના જોખમે આ ચેકડેમ પરથી પસાર થવું પડતું હતું. આમ સ્મશાન અને ગામ વચ્ચેથી પસાર થતી આ સ્મશાન ભૂમિના ઉપરવાસમાં વરસાદના કારણે ચેકડેમમાંથી પાણી વહી રહ્યું છે. તેથી, જો ગામમાં કોઈનું મૃત્યુ થાય છે, તો લોકોએ સ્મશાનભૂમિ પર અંતિમ સંસ્કાર કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે.

આ પણ વાંચો: અપહરણકારોના નાપાક મનસૂબાને માસૂમોએ કાર્ય નિષ્ફળ, નીડર બાળકો કઈ રીતે બચ્યા જાણો

આ પણ વાંચો:BRTSમાં સગીરાની છેડતી, ત્રણ કન્ડક્ટરોની અટકાયત

આ પણ વાંચો:કોંગ્રસને વધુ એક ઝટકો ; પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય જોડાશે ભાજપમાં

આ પણ વાંચો: PSI બીપીન જોગલને પત્રકાર સાથે ઝપાઝપી કરવી પડી ભારે…..

આ પણ વાંચો:રાજકિય ભૂકંપ: બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા