Not Set/ સુરતના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, કાર પરિવારજનો સાથે કેનાલમાં ખાબકી, બેના ઘટનાસ્થળે મોત

ધુળેટીનો રંગ અને ઉલ્લાસનો તહેવાર સુરતના એક પરિવાર માટે કાળ બનીને આવ્યો હોય તેવો અકસ્માત  નડતા ખુશીની બદલે શોકનું વાતાવરણ સર્જાયું હતું.સુરતના કતારગામથી રાત્રિના સમયે ઓલપાડના એરથાણ તરફ જતી કાર કેનાલમાં

Gujarat Surat
car in canal સુરતના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, કાર પરિવારજનો સાથે કેનાલમાં ખાબકી, બેના ઘટનાસ્થળે મોત

ધુળેટીનો રંગ અને ઉલ્લાસનો તહેવાર સુરતના એક પરિવાર માટે કાળ બનીને આવ્યો હોય તેવો અકસ્માત  નડતા ખુશીની બદલે શોકનું વાતાવરણ સર્જાયું હતું.સુરતના કતારગામથી રાત્રિના સમયે ઓલપાડના એરથાણ તરફ જતી કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. ટકારમા નજીક રાત્રિના સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેથી કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યાં હતાં. કોરોના સંક્રમણના કારણે સરકારને ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોવાથી સંપન્ન પરિવાર કુટુંબના સભ્યો સાથે ફાર્મમાં હોળીની ઉજવણી કરવા માટે જતી વખતે સમગ્ર અકસ્માત સર્જાયો હતો.જ્યારે  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.ગમખ્વાર અકસ્માત બાદ મનોરંજનને બદલે હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા. ધૂળેટીની ઉજવણી માટે પરિવાર રાત્રિના સમયે ફાર્મ હાઉસ તરફ જતો હતો,તે સમયે સર્જાયેલા અકસ્માત બાદ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

car in canal2 સુરતના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, કાર પરિવારજનો સાથે કેનાલમાં ખાબકી, બેના ઘટનાસ્થળે મોત

આંતકી હુમલો / ભાજપ પ્રદેશ સચિવ અને BDC અધ્યક્ષ પર હુમલો, હુમલામાં એક PSO  શહીદ, એક નાગરિકનું મોત

આ અંગે પોલીસ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પરિવારના સભ્યોમાં મયુરભાઈ બાબુભાઇ ગાબાણી (ઉ.વ.આ. 28) રહે. કતારગામ સુભાષ નગર પરિવાર સાથે વર્ના કાર નંબર (GJ5JA 2546) લઈને ઓલપાડના એરથાણ ગામના એલિફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી નિમિતે મનોરંજન માટે જતા હતાં હતાં. એ દરમિયાન ટકારમા ગામ નજીક સ્ટીયરીગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનલમાં ખાબકી હતી.

car in canal 3 સુરતના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, કાર પરિવારજનો સાથે કેનાલમાં ખાબકી, બેના ઘટનાસ્થળે મોત

મોરવાહડફ / વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા ઉમેદવાર

કાર કેનાલમાં ખાબકતા એક માસુમ સહિત 5 જણા ડૂબ્યાં હતાં.મયુરભાઈ અને એના મિત્રનો 2 વર્ષ નો માસૂમ પુત્ર અર્જુન શૈલેષનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.મયુર કાલે મોડી સાંજે ફાર્મ પર જવા નીકળી ગયો હતો.આજે મિત્ર પરિવાર સાથે જવાનો હતો. હોળીના રંગોના તહેવારમાં જ બે વ્યક્તિના એક જ પરિવારમાં મોત નીપજતાં શોક તેમજ હૈયાફાટ રૂદન ના દ્રશ્યો સર્જાયા હતા. .પત્ની શીતલ, સહિત અને રિન્કુ અને બીજી એક યુવતીને ગંભીર ઇજા પહોંચતા તમામને સુરતની ખાનગી હોસ્પિટલ કિરણમાં દાખલ કરાયા હતાં.પરિવારના માસૂમ અર્જુન અને મયુરનું પોસ્ટ મોર્ટમ ઓળપાડમાં થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…