Pathan brothers voting/ વડોદરામાં ઇરફાન-યુસુફ પઠાણ બંધુઓનું સપરિવાર મતદાન

Pathan brothers voting: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા મતદાનમાં વડોદરામાં ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું. બંને ક્રિકેટર ભાઇઓએ વડોદરાની સંત કબીર સ્કૂલમાં મતદાન કર્યું હતું. ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણે સહપરિવાર મતદાન કર્યું હતું.

Gujarat
Irfan Yousuf pathan voting વડોદરામાં ઇરફાન-યુસુફ પઠાણ બંધુઓનું સપરિવાર મતદાન

Pathan brothers voting: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા મતદાનમાં વડોદરામાં ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું. બંને ક્રિકેટર ભાઇઓએ વડોદરાની સંત કબીર સ્કૂલમાં મતદાન કર્યું હતું. ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણે સહપરિવાર મતદાન કર્યું હતું.

ગુજરાતમાં ભારે ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે નાગરિકોની સાથે સાથે ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારોએ પણ પોત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નાગરિકો સવારથી જ મતદાનની પ્રક્રિયામાં જોડાઈ ગયા હતા અને પોલિંગ બૂથ ઉપર લાઇન લગાવીને ઉભા હતા.

ઈરફાને વોટિંગ કર્યા બાદ કહ્યું, “મત આપવો એ અમારો અધિકાર અને જવાબદારી છે. મને ખબર પડી છે કે અત્યાર સુધી માત્ર 60% જ મતદાન થયું છે, તેથી હું લોકોને અપીલ કરું છું કે આવો અને તેમાં વધારો કરો. મને આશા છે કે આપણો દેશ આવનાર સમયમાં એક મહાસત્તા બની શકે છે.” અમારી પાસે યુવા અને ક્ષમતા છે.” આ ઉપરાંત ઈરફાન પઠાણના ભાઈ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ તેના પરિવારના સભ્યો સાથે ગુજરાત વિધાનસભામાં મતદાન કર્યું હતું.

ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે વોટિંગ બાદ સોશિયલ મીડિયાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ગુજરાતની જનતાને તેમના પરિવાર સાથે મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. યુસુફ પઠાણે પણ મતદાન કર્યા બાદ કહ્યું છે કે હું લોકોને પણ અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરો. પૂર્વ ક્રિકેટર્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ તીવ્ર રોષઃ ઓછું મતદાન ઉમેદવારોની ઉંઘ હરામ!

ગુજરાતમાં મતદાન પૂરું થતાં જ ભાજપ હવે MP અને રાજસ્થાનના મિશન પર, વરિષ્ઠ નેતાઓ મોદી-શાહ સાથે કરશે મંથન