Not Set/ #Me too Movement : બોલીવુડના આ સંસ્કારી બાપુ પર લાગ્યો જાતીય સતામણીનો આરોપ

મુંબઈ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદે સારો એવો વેગ પકડ્યો છે. હવે બોલીવુડમાં ઘણા લોકો આ મામલે ઘટસ્ફોટ કરી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા ફેમસ લેખક ચેતન ભગત પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો પરંતુ તેમણે સોશિયલ મીડિયામાં આરોપી અને તેની પત્નીની માફી માંગી લીધી છે. ઉલ્લેખનીય છે કે ટીવી ઇન્ડસ્ટ્રીઝના સંસ્કારી બાપુ […]

Top Stories Trending Entertainment
aalok #Me too Movement : બોલીવુડના આ સંસ્કારી બાપુ પર લાગ્યો જાતીય સતામણીનો આરોપ

મુંબઈ

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદે સારો એવો વેગ પકડ્યો છે. હવે બોલીવુડમાં ઘણા લોકો આ મામલે ઘટસ્ફોટ કરી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા ફેમસ લેખક ચેતન ભગત પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો પરંતુ તેમણે સોશિયલ મીડિયામાં આરોપી અને તેની પત્નીની માફી માંગી લીધી છે.

ઉલ્લેખનીય છે કે ટીવી ઇન્ડસ્ટ્રીઝના સંસ્કારી બાપુ એટલે કે અભિનેતા આલોક નાથ પર પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બોલીવુડમાં  સંસ્કારી બાપુના નામથી ફેમસ આલોક નાથ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાઈટર અને ફિલ્મમેકર વીંટા નંદાએ આલોક નાથ પર જાતીય સતામણીન આરોપ લગાવતા ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે તેમની પત્ની મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અમારા ઘર પણ નજીક હતા અને અમારા ઘણા મિત્રો પણ કોમન હતા. તે દિવસો દરમ્યાન હું ટીવીનો નંબર ૧ શો ‘ તારા ‘ ને પ્રોડ્યુસ કરી રહી હતી અને તેની સ્ક્રીપ્ટ પણ લખતી હતી. આલોક નાથ મારા શોની મુખ્ય હિરોઈનના પાછળ પડ્યા હતા. તેઓ શરાબી, બેશરમ અને ખરાબ હતા.

વર્ષ ૧૯૯૪માં આલોક નાથે આ લેખિકા પર બળાત્કાર કર્યો હતો જે તમે તેમની ફેસબુક પોસ્ટમાં વાંચી શકો છો.

આલોક નાથે આપ્યો કઈક આવો પ્રત્યુત્તર

જયારે આ સંપૂર્ણ ઘટના સામે આવી ત્યારે આલોક નાથે પોતાનો બચાવ કરતા આ વાતને જુઠ્ઠી કહી હતી. એક ચેનલ સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું કે તે વીંટાને ઘણી સારી રીતે ઓળખે છે અને હાલ આ મામલે તેઓ ચુપ રહેવા ઇરછે છે. સમય આવશે એટલે સાચી વાત ચોક્કસથી સામે આવશે.