National/ પંજાબમાં આમ આદમી પાર્ટી બનાવી શકે છે સરકાર, ટાઇમ્સ નાઉના સર્વમાં 57 થી 60 બેઠકો સાથે AAP અવ્વવલ

ઉત્તરાખંડની વાત કરીએ તો સર્વે અનુસાર ઉત્તરાખંડની 70 બેઠકોમાંથી ભાજપને 42 થી 46 સીટો જ્યારે કોંગ્રેસને 12 થી 14 જેટલી સીટો મળી શકે છે.

Top Stories India
Untitled 98 પંજાબમાં આમ આદમી પાર્ટી બનાવી શકે છે સરકાર, ટાઇમ્સ નાઉના સર્વમાં 57 થી 60 બેઠકો સાથે AAP અવ્વવલ

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી હવે પંજાબમાં જીત હાંસલ કરવા જઇ રહી છે.. જ્યારે ભારતીય જનતા પાર્ટી ગોવા અને ઉત્તરાખંડમાં સરકાર યથાવત રાખવા જઇ રહી છે.. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા ટાઇમ્સ નાઉ અને વીટો દ્વારા કરવામાં આવેલા જનમત સર્વેક્ષણમાં આ દાવો કરવામાં આવ્યો છે..સર્વે અનુસાર પંજાબમાં કોંગ્રેસને 43 થી 46 જેટલી સીટો મળવાની આશા છે.. જ્યારે ભાજપને માત્ર 0 થી 3 જેટલી સીટો મળતી જણાઇ રહી છે. સર્વેમાં શિરોમણી અકાલીદળને 10 થી 13 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટી 57 થી 60 જેટલી બેઠકો જીતી સરકાર બનાવે તેવું અનુમાન છે.

આ  પણ  વાંચો;મોટા સમાચાર / રાજ્યમાં 8 મનપા સહિત કુલ 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયુ

સર્વેક્ષણમાં એ પણ સામે આવ્યું છે કે 46.32 ટકા લોકો મુખ્યમંત્રી તરીકેના ચરણજિત સિંહ ચન્નીના પ્રદર્શનથી સંતુષ્ટ છે.
ગોવામાં પણ આમ આદમી પાર્ટી ખુબ સારુ પ્રદર્શન કરતી સર્વેમાં જણાઇ રહી છે.. જ્યારે સર્વે અનુસાર ગોવામાં ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ જણાય છે. સર્વે અનુસાર ગોવાની 40 સીટોમાંથી ભાજપને 20 થી 23.. કોંગ્રેસને 4 થી 6 અને આમ આદમી પાર્ટીને 6 થી 10 જેટલી બેઠકો મળી શકે છે.

આ પણ  વાંચો;National / કોરોના અંગે મનસુખ માંડવિયાની આજે મહત્વની બેઠક, બિહાર સહિત 5 રાજ્યો સાથે કરશે સમીક્ષા

ઉત્તરાખંડની વાત કરીએ તો સર્વે અનુસાર ઉત્તરાખંડની 70 બેઠકોમાંથી ભાજપને 42 થી 46 સીટો જ્યારે કોંગ્રેસને 12 થી 14 જેટલી સીટો મળી શકે છે. તો અપક્ષને 2થી 5 સીટો મળવાનું અનુમાન છે. આમ સર્વેનું માનીએ તો ઉત્તરાખંડમાં ફરીએકવાર ભાજપની સરકાર બનવા જઇ રહી છે.