Not Set/ ફેમસ પોપ સ્ટાર લેડી ગાગાએ સંસ્કૃતમાં કર્યુ ટ્વીટ, યૂઝર્સને કર્યા હેરાન

પોપ સ્ટાર લેડી ગાગા, જે લાસ વેગાસમાં એક કોન્સર્ટ દરમિયાન પડી ગયા બાદ સ્વાસ્થ્ય લાભ લઇ રહી છે, તેણે સંસ્કૃતમાં ટ્વિટ કરીને તેના ભારતીય ચાહકોને ચોંકાવી દીધા છે. ગાગાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “લોક: સમસ્તા: સુખિનો ભવન્તુ.” આ સંસ્કૃત મંત્રમાં વિશ્વ પ્રત્યે પ્રેમ અને ખુશીની ભાવના શામેલ છે. સરળ શબ્દોમાં, તેનો અર્થ એ છે કે, […]

Entertainment
Lady Gaga sanskrit tweet ફેમસ પોપ સ્ટાર લેડી ગાગાએ સંસ્કૃતમાં કર્યુ ટ્વીટ, યૂઝર્સને કર્યા હેરાન

પોપ સ્ટાર લેડી ગાગા, જે લાસ વેગાસમાં એક કોન્સર્ટ દરમિયાન પડી ગયા બાદ સ્વાસ્થ્ય લાભ લઇ રહી છે, તેણે સંસ્કૃતમાં ટ્વિટ કરીને તેના ભારતીય ચાહકોને ચોંકાવી દીધા છે.

ગાગાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “લોક: સમસ્તા: સુખિનો ભવન્તુ.” આ સંસ્કૃત મંત્રમાં વિશ્વ પ્રત્યે પ્રેમ અને ખુશીની ભાવના શામેલ છે. સરળ શબ્દોમાં, તેનો અર્થ એ છે કે, “સર્વ માણસોને દરેક જગ્યાએ સર્વત્ર સ્વતંત્ર અને ખુશ રહે.” ગાગાની આ ટ્વિટ ઓનલાઇન પોસ્ટ કર્યા બાદથી વાયરલ થઈ ગઈ છે. કેટલાકે તેને પૂછ્યું છે કે તેના આગામી આલ્બમમાં તેનું કોઈ લેવાદેવા છે, જ્યારે કેટલાકે તેમનું હિન્દુ ધર્મમાં સ્વાગત કર્યું છે. આ સિવાય, લોકોએ તેમને જલ્દી ઠીક થવા માટેને શુભેચ્છાઓ પાઠવી છે.

એક યુઝર્સે લખ્યું, “જસ્ટ બ્યુટીફુલ.” બીજાએ લખ્યું, “કંટિન્યૂ ટૂ હીલ મોમ.” બીજા અન્ય યૂઝર્સે લખ્યું, “સંસ્કૃત મંત્ર સાથે લેડી ગાગાના ટ્વીટને જોઈને આનંદ થયો, તે વિશ્વમાં પ્રેમ અને આનંદ પ્રસરે છે.” સિંગરે 2011 માં ગ્રેટર નોઈડામાં ફોર્મ્યુલા 1 પાર્ટીમાં પર્ફોમન્સ આપ્યું હતું. તે સમયે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે ભારતીય મહિલાઓ પાસેથી તેમને કેવી પ્રેરણા મળી.

તે સમયે તેણે કહ્યું હતું કે, હું ભારતીય મહિલાઓથી ખૂબ પ્રભાવિત છું. જે રીતે ભારતીય મહિલાઓ પોતાનું ધ્યાન રાખે છે તે મને ગમે છે. ખાસ કરીને તેઓની આંખો ખૂબ જ સુંદર છે.” તેમણે કહ્યું, “જ્યારે મેં ‘બોર્ન ધિસ વે’ લખ્યું અને મેં ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું, ખાસ કરીને ભારતીય પત્રકારો સાથેનાં ઇન્ટરવ્યુમાં પુનર્જન્મ વિશે વાત કરી અને તેઓ કહેતા કે પુનર્જન્મ એ ભારતીય સંસ્કૃતિનો મોટો ભાગ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.