Bollywood/ જ્હાનવી કપૂરને કિસ કરવા માંગતો હતો ફેન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ

બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર પોતાની ફિલ્મ ‘રૂહી’ની સફળતાને લઇને હાલનાં દિવસોમાં ઘણી ચર્ચામાં આવી છે.

Trending
cricket 40 જ્હાનવી કપૂરને કિસ કરવા માંગતો હતો ફેન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ

બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર પોતાની ફિલ્મ ‘રૂહી’ની સફળતાને લઇને હાલનાં દિવસોમાં ઘણી ચર્ચામાં આવી છે. જ્હાનવીએ ફિલ્મ ધડક સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જો કે તે ફિલ્મ દર્શકોનું મન એટલું આકર્ષિત કરી શકી ન હોતી, પરંતુ જ્હાનવીની ફિલ્મ રૂહીએ સારી કમાણી કરી છે. જ્હાનવીનાં આ ફિલ્મમાં ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.

Bollywood / બોલિવૂડમાં નેપોટિઝમ યથાવત, હવે આ એક્ટરની પુત્રીને લોન્ચ કરશે કરણ જોહર

આપને જણાવી દઇએ કે, જ્હાનવી સોશિયલ મીડિયાનો ઉપયોગ તેના ચાહકો સાથેની નિકટતા વધારવા માટે કરતી રહે છે. પ્રશંસકો સાથેની વાતચીતનાં સેશનમાં જ્હાનવીને તેમના ફેન્સમાંથી એક શખ્સે એવી ચીજની માંગ કરી, જેનાથી જ્હાનવી એકદમ ચોંકી ગઈ હતી, પણ જ્હાનવીએ તેના મગજથી યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો હતો. જાહ્નવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સવાલ-જવાબ સેશન શરૂ કર્યો હતો, જેમાં તેમના ચાહકોએ તેમની પાસેથી પ્રશ્નોનાં જવાબો માંગ્યા. લોકોએ જ્હાનવીને તેમના અંગત જીવનથી સંબંધિત ઘણા પ્રશ્નો પૂછ્યા, જ્હાનવીએ પ્રેમથી બધા પ્રશ્નોનાં જવાબ આપ્યા. દરમિયાન જ્હાનવીનાં ચાહકે તેમની પાસે એક એવી વિચિત્ર માંગ કરી, જેના કારણે જ્હાનવી ચોંકી ગઈ હતી. ફેન્સે લખ્યું, ‘શું આપણે ચુંબન કરી શકીએ છીએ?’ આ સાંભળી જ્હાનવીએ પણ તેનો યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.

cricket 41 જ્હાનવી કપૂરને કિસ કરવા માંગતો હતો ફેન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ

બોલિવૂડ / એરપોર્ટ પર જોવા મળી અનુષ્કા- વિરાટની પુત્રી વામિકા, જુઓ વાયરલ થયેલી તસવીર

ફેનની આ કિસની માંગણી સાંભળીને જ્હાનવીએ પોતાનો એક ફોટો તેના માસ્કથી શેર કર્યો છે. સાથે તેણે લખ્યુ કે, નો એટલે નહી. જ્હાનવીનાં આ અંદાજને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેની સમજણનાં વખાણ પણ કરી રહ્યા છે. તાજેતરમાં જ જ્હાનવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે એરપોર્ટની બહાર જઈ રહી હતી, ત્યારબાદ તેના ચાહકોએ તેને ઘેરી લીધી હતી. તે બધા તેની સાથે ફોટો પડાવવા ઇચ્છતા હતા. વળી એક ચાહકે આગળ વધીને જ્હાનવી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે જ્હાનવીનો મેનેજર ગુસ્સે થયો હતો. તેણે તે માણસનો હાથ પકડ્યો અને એક ધક્કો માર્યો હતો. આ જોઇને દરેકને આશ્ચર્ય થયું હતુ. આ પછી, જ્હાનવીએ તે સ્થિતિને સંભાળી અને દરેકની સાથે સેલ્ફી ક્લિક કરી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ