Farmer Death/ અરવલ્લીમાં ઠંડીમાં ઠુઠવાઈ જવાથી ખેડૂતનું મોત

અરવલ્લીના વીરણીયા ગામમાં 62 વર્ષના લક્ષ્મણજી પગી રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. જોકે તેમનું અકાળે મોત નિપજ્યું હતું અને ખેતરથી ઘરે મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા.

Gujarat Others
ખેડૂતનું મોત
  • માલપુરના વિરણીયા ગામની ઘટના
  • પતિ – પત્ની રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા
  • ઘરે આવ્યા બાદ વહેલી સવારે ખેડૂતનું મોત
  • 62 વર્ષીય લક્ષ્મણજી જીવાજી પગીનું મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામા આવેલા વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠુઠવાઈ જવાથી મોત થયું હતું.  રાત્રી દરમિયાન પાણી વાળવા જતા ઠંડીથી ખેડૂતનું મોત નીપજ્યું છે. મૃતક ખેડૂતની પત્નીએ આક્ષેપ કર્યો છે કે ઠંડીના કારણે તેમના પતિનું મોત થયું છે. ત્યારે સ્થાનિકોમાં આ મુદ્દે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અરવલ્લીના વીરણીયા ગામમાં 62 વર્ષના લક્ષ્મણજી પગી રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. જોકે તેમનું અકાળે મોત નિપજ્યું હતું અને ખેતરથી ઘરે મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. મૃતક ખેડૂતના પત્ની અને અન્ય સગાઓ દ્વારા આક્ષેપ કર્યો છે કે, કડકડતી ઠંડીના કારણે તેમનું મોત થઈ ગયું. ખેડૂતના અકાળે મોતથી ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ગમગીની ફેલાઈ ગઈ છે, સાથે જ સિંચાઈ માટેની વીજળી દિવસે આપવાની માંગ સાથે આગામી દિવસોમાં આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.

નોંધનીય છે કે, ગઈકાલે જ અરવલ્લીના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના રાત્રિના સમયે અતિશય ઠંડીએ લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂતનો ભોગ લીધો છે. વહેલી સવારે ખેડૂત ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર પંથકમાં વીજ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ પણ વાંચો:રાજસ્થાનના ભરતપુરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, આગ્રાથી ભરી હતી ઉડાન

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં એરફોર્સના બે જેટ તાલીમ કવાયત દરમિયાન ક્રેશ થયા

આ પણ વાંચો:ભરશિયાળે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી, સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો