Not Set/ અરવલ્લી/ ધીમી ગતિએ ચાલતી મગફળી ખરીદી પ્રક્રિયા અંગે ખેડૂતોમાં રોષ, બે મહીનામાં માત્ર આટલા જ ખેડૂત પાસેથી ખરીદી કરાઈ

મોડાસા કેન્દ્ર ઉપર ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો મગફળી ખરીદીને બે માસ કરતા વધુ સમય વીતવા છતાં ખેડૂતોની લાઈનો યથાવત મોડાસા કેન્દ્ર ઉપર 3804 ખેડૂતોએ કરાવી છે નોંધણી  અત્યાર સુધીમાં ખેડૂતો 1653 પાસેથી ખરીદાઈ મગફળી. ખેડૂતો પાસેથી 95788 બોરી મગફળી ખરીદાઈ છે મગફળીની ખરીદી ઝડપી બનાવવા માંગ અરવલ્લી જીલ્લાના મોડાસા કેન્દ્ર ખાતે ટેકાના […]

Gujarat Others
મગફળી અરવલ્લી/ ધીમી ગતિએ ચાલતી મગફળી ખરીદી પ્રક્રિયા અંગે ખેડૂતોમાં રોષ, બે મહીનામાં માત્ર આટલા જ ખેડૂત પાસેથી ખરીદી કરાઈ
  • મોડાસા કેન્દ્ર ઉપર ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો
  • મગફળી ખરીદીને બે માસ કરતા વધુ સમય વીતવા છતાં ખેડૂતોની લાઈનો યથાવત
  • મોડાસા કેન્દ્ર ઉપર 3804 ખેડૂતોએ કરાવી છે નોંધણી
  •  અત્યાર સુધીમાં ખેડૂતો 1653 પાસેથી ખરીદાઈ મગફળી.
  • ખેડૂતો પાસેથી 95788 બોરી મગફળી ખરીદાઈ છે
  • મગફળીની ખરીદી ઝડપી બનાવવા માંગ

અરવલ્લી જીલ્લાના મોડાસા કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં નોધણી થયેલા ખેડૂતો પૈકી ૫૦ ટકા ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. મગફળી ખરીદી ઝડપી બનાવાય તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.

અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે જીલ્લ્લાના કુલ ૧૪૫૦૦ ખેડૂતોએ નોધણી કરાવી છે. જીલ્લાના મોડાસા ભિલોડા બાયડ ધનસુરા મેઘરજ મોડાસા કેન્દ્રો ઉપર ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોડાસા કેન્દ્ર ઉપર કુલ ૩૮૦૪ ખેડૂતોએ મગફળી વેચવા નોધણી કરાવી હતી. ત્યારે આ નોધણી બાદ ખરીદી પ્રક્રિયા ચાલુ થયે આજે બે મહીના કરતા વધુ સમય વીતવા છતાં અત્યાર સુધીમાં માત્ર ૧૬૫૩ ખેડૂતો પાસેથી ૯૫૭૮૮ બોરી મગફળી ખરીદાઈ છે.

જેથી ખેડૂતો ધીમી ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયાથી રોષે ભર્યા છે મોડાસા કેન્દ્ર ખાતે નોધણી થયેલા ખેડૂતો પૈકી ૫૦ ટકા કરતા વધુ ખેડૂતો મગફળી વેચવા રાહ જોઈ બેઠા છે.બીજી તરફ ૧૩ આગામી ફેબ્રુઆરી ખરીદી માટેની અંતિમ તારીખ સરકાર દ્વારા જાહેર કરાઈ છે ત્યારે આ ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવાય તેવી ખેડૂતોની માંગ છે.

આ સમગ્ર મામલે ખરીદ કેન્દ્રના મેનેજરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે મોડાસા કેન્દ્ર ખાતે નોધાયેલા ખેડૂતો પૈકી ૧૬૫૩ ખેડૂતો પાસથી મગફળી ખરીદી થઇ ચુકી છે અને સરકારે જાહેર કરેલી ડેડ લાઈન પહેલા નોધણી કરાવેલા બધાજ ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઈ જાય તેવું આયોજન કરાયું છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.