હવામાન વિભાગ/ ખેડૂતો માટે વધુ એકવાર માઠા સમાચાર, આગામી 3 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

Top Stories Gujarat Trending
વરસાદની આગાહી ખેડૂતો માટે વધુ એકવાર માઠા સમાચાર, આગામી 3 દિવસ

રાજ્યમાં ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.  વેસ્ટર્ન ડિસ્ટબન્સને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતોના માથે માવઠા નું સંકટ તોળાઈ રહ્યું છે. આવતીકાલ 30 નવેમ્બરથી લઈ 2 ડિસે.સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

વેસ્ટન ડિસ્ટબન્સના કારણે  રાજયના કેટલાક ભાગોમાં વરસાદ પડી છે. જેમાં 40થી 60 કીમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતોના પાક સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી  છે. આવતીકાલે અમદાવાદ,આણંદ,ખેડામાં માવઠાની શક્યતા વર્તાઇ રહી છે. પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વર્સાડી ઝાપટાં પડી શકે છે.

સૌરાષ્ટ્રના કેટલાક જિ.ઓમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 ડિસે. દ.ગુજરાતના કેટલાક જિલ્લામાં  માવઠું પડી શકે છે.  તો જુનાગઢ, બોટાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 ડિસે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદી આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.  જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથેજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે.

વરસાદના પગલે માછીમારો અને ખેડૂતોને સાવચેત કર્યા છે. હવામાન વિભાગા દ્વારા માછીમારોને 2 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

Viral Video / શિવસેના નેતા સંજય રાઉતે NCP નેતા સુપ્રિયા સુલે સાથે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

ગજબ છે ..! / સ્ત્રીએ ગાય સાથે કર્યા લગ્ન કહ્યું, -પતિએ પુનર્જન્મ લીધો છે

Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?

લગ્ન હજો મંગલમ / લગ્ન કરવા બન્યા મોંઘા, ગોર મહારાજ પણ ઉઘરાવી રહ્યા છે તગડી દક્ષિણા

અવાણિયા ગામ / એક એવું ગામ જ્યાં આઝાદી પછી માત્ર એક જ વાર યોજાઇ છે ચૂંટણી