કૃષિ આંદોલન/ ખેડૂત સંગઠનો દ્વારા 14 ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ – 18 એ દેશવ્યાપી રેલ રોકો આંદોલનનું એલાન

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા અંગે હજુ પણ સ્થિતિ યથાવત જોવામાં આવી રહી છે. માંઠાગાઠ ઉકેલવાનું નામ નથી લઇ રહી. ખેડૂતોની જીદ છે કે કૃષિકાયદા રદ કરો અને સરકારની જીદ છે કે

Top Stories India Trending
1
  • 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના તમામ રોડ ટોલ પ્લાઝા ફ્રી
  • 14 ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ – સંયુક્ત કિસાન મોરચાનું એલાન
  • પુલવામા હૂમલાની તીથિ ઉપર ખેડૂતો કરશે કેન્ડલ માર્ચ
  • 16 ફેબ્રુઆરીએ દેશભરમાં એકતા પ્રદર્શન
  • 18 ફેબ્રુઆરીએ દેશવ્યાપી રેલ રોકો આંદોલનનું એલાન
  • બપોરે 12થી સાંજે ચાર વાગ્યા સુધી દેશમાં રેલ રોકો આંદોલન

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા અંગે હજુ પણ સ્થિતિ યથાવત જોવામાં આવી રહી છે. માંઠાગાઠ ઉકેલવાનું નામ નથી લઇ રહી. ખેડૂતોની જીદ છે કે કૃષિકાયદા રદ કરો અને સરકારની જીદ છે કે કાયદા રદ નહીં કરવામાં આવે, યોગ્ય કારણો આપો તો બદલાવને અવકાશ છે. કાયદાઓ રદ કરવા પર અડગ રહેનારા ખેડૂતોએ આ મુદ્દે સરકાર સામે છેડેલા વિરોધ આંદોલનો આજે 77 મો દિવસ હતો. નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ 18 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી ‘રેલ રોકો‘ અભિયાનની જાહેરાત કરી દીઘી છે.  

આજે, બુધવારે સાંજે સંયુક્ત કિસાન મોરચાના નેતા ડો દર્શન પાલે ખેડૂત આંદોલનને લગતા નવા કાર્યક્રમો જાહેર કર્યા છે. તેમણે માહિતી આપી હતી કે 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના તમામ રોડ ટોલ પ્લાઝાને ખેડૂતો દ્વારા ટોલ ફ્રી કરાવવામાં આવશે. 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં શહીદ સૈનિકોના બલિદાનને યાદ કરીને દેશભરમાં કેન્ડલસ્ટિક માર્ચ(‘મશાલ સરઘસ’) અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે.

સાથે જ 16 ફેબ્રુઆરીએ સર છોટુરામની જન્મજયંતી પર ખેડૂતો દેશભરમાં એકતા બતાવશે. દેશભરમાં 18 ફેબ્રુઆરીએ બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી રેલ્વે રોકોનું આયોજન કરવામાં આવશે. અગાઉ ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ પ્રજાસત્તાક દિન પર દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ અને દેશવ્યાપી વાહન વ્યવહારને ચક્કાજામ કરી હતી . આ સમય દરમિયાન દિલ્હી, યુપી અને ઉત્તરાખંડને ચક્કા જામથી અલગ રાખવામાં આવ્યા હતા. 

આપને જણાવી દઇએ કે, પાછલા 77 દિવસથી ખેડૂતો નવા કૃષિ કાયદા પાછા ખેંચવા અને એમએસપી પર કાયદા ઘડવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી આ કાયદા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂત પોતાના ઘરે પરત નહીં ફરે. સામે કેન્દ્ર સરકાર આ કાયદાઓને કૃષિ ક્ષેત્રમાં મોટા સુધારણા તરીકે રજૂ કરી રહી છે, ત્યારે જે લોકો દેખાવો કરી રહ્યા છે, તેઓએ આશંકા વ્યક્ત કરી છે કે નવા કાયદા એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ) અને મંડી પ્રણાલીનો અંત લાવશે અને તેઓને ભવિષ્યમાં મોટા કોર્પોરેટ પર નિર્ભર રહેવાનો વારો આવશે.

ઉલ્લેખનીય છે કે, ખેડુતો દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા – ઉત્પાદકો વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સગવડ) અધિનિયમ, 2020, ખેડુતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને ફાર્મ સેવાઓ અધિનિયમ, 2020 અને કરજની ચીજવસ્તુઓ (સુધારા) પર કરાર 2020 ના અધિનિયમનો વિરોધ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…