Test series/ સાઉથ આફ્રિકા સામેની અતિંમ ટેસ્ટમાં ફાસ્ટ બોલર સિરાજ રમી શકશે નહી!જાણો વિગત

મોહમ્મદ સિરાજ કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં રમી શકશે નહી તેવો સંદેહ  છે

Sports
23 સાઉથ આફ્રિકા સામેની અતિંમ ટેસ્ટમાં ફાસ્ટ બોલર સિરાજ રમી શકશે નહી!જાણો વિગત

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં રમી શકશે નહી તેવો સંદેહ  છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે સિરાજ સંપૂર્ણ રીતે ફિટ નથી.બીજી મેચ દરમિયાન હેમસ્ટ્રિંગના તાણને કારણે સિરાજે સમગ્ર મેચમાં માત્ર 15.5 ઓવર જ ફેંકી હતી. બીજા દાવમાં તે માત્ર છ ઓવર જ ફેંકી શક્યો હતો. દ્રવિડે પત્રકારોને જણાવ્યું હતું કે, “સિરાજ સંપૂર્ણપણે ફિટ નથી અને અમારે આગળ વધવું પડશે અને તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવું પડશે કે તે આગામી ચાર દિવસમાં ફિટ થઈ શકશે કે નહીં,” દ્રવિડે પત્રકારોને જણાવ્યું હતું. ફિઝિયો સ્કેન કર્યા પછી ચોક્કસ સ્થિતિ કહી શકશે.

ઈજા હોવા છતાં બોલિંગ કરવા બદલ કોચે સિરાજની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, સિરાજ પ્રથમ દાવમાં પણ સંપૂર્ણ રીતે ફિટ નહોતો. અમારી પાસે પાંચમો બોલર હતો અને અમે તેનો ઉપયોગ અમે ઇચ્છતા હતા તે રીતે કર્યો ન હતો અને તેનાથી અમારી વ્યૂહરચના પર અસર પડી હતી.જો સિરાજ ત્રીજી મેચમાં નહીં રમે તો ઉમેશ યાદવ અને ઈશાંત શર્મામાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે. હનુમા વિહારી પણ બીજી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

વિહારીની ઈજા અંગે દ્રવિડે કહ્યું, “જ્યાં સુધી હનુમા વિહારીની ઈજાનો સવાલ છે, હું તેની ઈજા વિશે વધુ કહેવાની સ્થિતિમાં નથી, કારણ કે મેં ફિઝિયો સાથે વિગતવાર ચર્ચા કરી નથી.