Covid-19/ વિશ્વભરમાં કોરોનાનાં ઘાતક રાઉન્ડથી ફફડાટ, છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં ફરી 32 લાખ કેસ

દુનિયામાં કોરોનાનાં કારણે હાહાકાર મચ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 32.31 કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 55.2 લાખથી વધુ લોકોનાં મોત થયા છે.

World
World Corona
  • વિશ્વભરમાં કોરોનાના ઘાતક રાઉન્ડથી ફફડાટ
  • છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં ફરી 32 લાખ કેસ
  • 72 કલાકમાં જ વિશ્વમાં 1 કરોડ નવા કેસ!
  • અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 8 લાખ+ કેસ
  • અમેરિકામાં એક્ટિવ કેસ હવે 2.22 કરોડ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.29 લાખ નવા કેસ
  • ફ્રાન્સમાં એક્ટિવ કેસનો આંક હવે 45 લાખ
  • ઇટાલીમાં 24 કલાકમાં 1.86 લાખ નવા કેસ
  • સ્પેનમાં 24 કલાકમાં 1.62 લાખ નવા કેસ
  • આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.40 લાખ કેસ
  • ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 1.34 લાખ કેસ
  • બ્રાઝીલમાં ફરી એકવાર કોરોનાનો નવો વેવ
  • બ્રાઝીલમાં 24 કલાકમાં 1 લાખ+ નવા કેસ
  • યુકેમાં છેલ્લાં 24 કલાકમાં 1 લાખ નવા કેસ

દુનિયામાં કોરોનાનાં કારણે હાહાકાર મચ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 32.31 કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 55.2 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.58 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શનિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 323,140,074, 5,528,794 અને 9,582,502,477 થઈ ગઈ છે.

આ પણ વાંચો – OMG! / કોવિડને કારણે શાળાઓ થઈ બંધ, તો અહીં ઝડપથી ગર્ભવતી થતી છોકરીઓએ સરકારની વધારી ચિંતા

CSSE અનુસાર, અમેરિકા કોરોનાનાંં 64,897,237 કેસ અને 849,172 મૃત્યુ સાથે વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત કોરોનાનાં કેસોમાં બીજા નંબર પર છે, જ્યાં કોરોનાનાં 36,582,129 કેસ છે જ્યારે 485,350 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ બ્રાઝિલ છે. કોરોનાનાં જ્યારે 621,063 મૃત્યુ થયા છે. CSSE ડેટા અનુસાર, 50 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુકે (1,51,64,676), ફ્રાન્સ (1,36,80,775), રશિયા (1,05,41,870), તુર્કી (1,02,73,170), ઇટાલી (83,56,514), સ્પેન (80,933), જર્મની (78,05,161), આર્જેન્ટિના (67,93,119), ઈરાન (62,14,781) અને કોલંબિયા (54,40,981) છે. જે દેશોએ 1,00,000 થી વધુ મૃત્યુઆંકને પાર કર્યો છે તેમાં રશિયા (3,12,733), મેક્સિકો (3,00,574), પેરુ (2,03,157), યુકે (1,52,103), ઇન્ડોનેશિયા (1,44,155), ઇટાલી (1,40,548), ઈરાન (1,32,133), કોલમ્બિયા (1,320,200), ફ્રાન્સ (1,27,711), આર્જેન્ટિના (1,17,808), જર્મની (1,15,172) અને યુક્રેન (1,04,367) નો સમાવેશ થાય છે.

આ પણ વાંંચો – અર્થવ્યવસ્થા / પાકિસ્તાન થયુ કંગાળ, છેલ્લા ચાર વર્ષમાં વિદેશી દેવાની ચુકવણીમાં 399 ટકાનો થયો વધારો

ઉલ્લેખનીય છે કે, આ સમયે કોરોનાવાયરસ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, વાયરસ કેટલો સમય હવામાં ચેપી રહે છે? યુકેની બ્રિસ્ટોલ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં કોરોના વાયરસનાં ચેપનાં વલણને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. સંશોધન મુજબ, એકવાર શ્વાસ બહાર કાઢ્યા બાદ કોરોના વાયરસ માત્ર પાંચ મિનિટ માટે હવામાં ચેપી રહે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે વાયરસના કણો હવાના સંપર્કમાં આવ્યા પછી મહત્તમ પાંચ મિનિટ સુધી ચેપી રહે છે.