Not Set/ અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત, લોકોને સતર્ક રહેવા પોલીસ કમિશનરની સૂચના  

આતંકી હુમલાને લઈ કમિશનરનું જાહેરનામું લોકોને સતર્ક રહેવા પોલીસ કમિશનરની સૂચના પર્યટન અને હેરીટેજ સ્થળો પર થઈ શકે હુમલો કમિશનરનું જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળતા ઇનપુટ ના આધારે અમદાવાદમાં જુદા જુદા આતંકી સંગઠનો દ્વારા જાહેર સ્થળો પર હુમલાની […]

Top Stories Ahmedabad Gujarat
email અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત, લોકોને સતર્ક રહેવા પોલીસ કમિશનરની સૂચના  
  • આતંકી હુમલાને લઈ કમિશનરનું જાહેરનામું
  • લોકોને સતર્ક રહેવા પોલીસ કમિશનરની સૂચના
  • પર્યટન અને હેરીટેજ સ્થળો પર થઈ શકે હુમલો
  • કમિશનરનું જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળતા ઇનપુટ ના આધારે અમદાવાદમાં જુદા જુદા આતંકી સંગઠનો દ્વારા જાહેર સ્થળો પર હુમલાની દહેશત ની સંભાવના છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા તારીખ 1 ફેબ્રુઆરીથી તારીખ ૩૧ માર્ચ 2020 સુધી કલમ 144 મુજબનું જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે કે આતંકી સંગઠનો સાયકલ સ્કૂટર તથા અન્ય વાહનોનો ઉપયોગ કરીને ભયજનક કૃત્યને અંજામ આપવાની કોશિશ કરી શકે છે.  જેથી વાહનોનું ખરીદ વેચાણ કરતા તમામ વેપારીઓએ ગ્રાહક પાસેથી જરૂરી સરકારી પુરાવા રેકોર્ડ પેટે લેવા અને વેચાણ કરેલ વાહનના એન્જીન – ચેસીસ નંબર થી માંડીને તમામ વિગતો પણ રેકોર્ડ પર લેવી તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસના વાહન પર એલઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અને સાઇબર મીડિયા પ્લેટફોર્મ પર  ટેલિગ્રામ ચેનલ ”અલ હિન્દ”  જૈશ એ મોહમ્મદ જેવા સંગઠનો દ્વારા શાંતિને ડહોળવા ધમકીભર્યો ઇમેલ આવ્યો હતો. સાથે જ સુરતના કીડીયા બેટ વિસ્તારમાં અજાણ્યા હેલિકોપ્ટર દ્વારા કોઈ વસ્તુ ફેંકવાની હકીકત સામે આવી હતી. આ તમામ આતંકી ગતિવિધિઓ બાદ હવે ગુપ્તચર એજન્સીએ અમદાવાદમાં આતંકી હુમલાની સંભાવના બાબતે ઇનપુટ આપ્યા છે. જેથી અમદાવાદ શહેર કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરી મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સાથે જ તમામ જનતાને પણ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

અમદાવાદના તમામ શોપિંગ મોલમાં સુરક્ષા વધારવાના આદેશ કરી દેવાયા છે. પોલીસ કમિશનર આશિષ ભાટીયા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય ગૃહ વિભાગના 8 ઓક્ટોબર 2013ના પરિપત્રને ધ્યાનમાં રાખી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોલની સુરક્ષા માટે અદ્યતન સાધનો અને પ્રશિક્ષિત સિક્યુરિટી ગાર્ડ રાખવાનો આદેશ કરી દેવાયો છે. જો પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવશે, તો શોપિંગ કે મોલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.